ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી સમર્થનને લાયક નથીઃ છોટુ વસાવા

અમદાવાદ-

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં તાલાવેલી જાેવા મળી રહી છે. આવતી કાલે જાહેર થનારા પરિણામો પર સૌની નજર છે એવામા બીટીપીના ધારાસભ્યએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.

બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. છોટુ વસાવાએ કહ્યું કે ભાજપે મત મેળવવા માટે દારૂ વહેંચ્યો. અને ભાજપે બોગસ મતદાન પણ કરાવ્યું છે. જીત માટે પોલીસ તંત્રને કામે લગાડ્યું હતું. તંત્રનો ઉપયોગ કરી જીતવાવાળી પહેલી પાર્ટી ભાજપ છે.ભાજપને જીતાડવા આખુ કોંગ્રેસ લાઇનમાં છે. ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી સમર્થનને લાયક નહીં. આ સાથે જ છોટુ વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે મનસુખ વસાવા બોગસ મતદાનના લીધે જીત મેળવે છે. ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. અને આવતીકાલે આ ચૂંટણીના પરિણામ છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution