સ્વામીનારાયણ ગુરુકૂળમાં બ્રહ્મ મહોત્સવનો પ્રારંભ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   સુરત   |   2079

ચૈત્રી નવરાત્રિમાં સુરતનાં વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં બ્રહ્મ મહોત્સવનો ભાવભક્તિપૂર્વક પ્રારંભ થયો હતો. સંતો હરિભક્તોએ વ્રતની દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં પ્રભુસ્વામી, ધર્મસંભવ સ્વામી, ભક્તિતનય સ્વામી સહિતનાં સંતોએ બ્રહ્મ મહોત્સવ ઉપક્રમે ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું. ધર્મવલ્લભદાસજી સ્વામીએ નાડાછડી બાંધી દીક્ષા આપી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution