/
બ્રેઇન ડેડ આધેડની કિડની અને લીવરનું પરિવાર દ્વારા અંગદાન

ભાવનગર,તા.૪

પાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે અકસ્માત થતાં તેમને પ્રથમ પાલિતાણા બાદ ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં ડો.રાજેન્દ્ર કાબરીયાની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેમને બ્રેઇન હેમરેજ થયા બાદ ડો.કાબરીયાએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ પરિવારજનોને અંગદાન માટે સમજાવતા પરિવારજનો દ્વારા લીવર તથા બંને કિડનીના અંગદાનનો ર્નિણય કરાતા આજે સવારે બિમ્સ હોસ્પિટલ ખાતેથી ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી અંગદાનને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નોંઘણવદર ગામે રહેતા અને સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા મહેશભાઇ બોઘાભાઇ મારૂ (ઉ.વ.આ.૫૬) ગત તા.૧ને બુધવારે સાંજના સમયે શાળાએથી છુટ્યા બાદ પોતાનું બાઇક લઈ સમઢિયાળાથી નોંઘણવદર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત થતાં તેમને નોંઘણવદરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ૧૦૮ મારફત હોસ્પિટલ લઇ જવાયેલા ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ડો.રાજેન્દ્ર કાબરીયા દ્વારા બ્રેઇન હેમરેજ થયું હોવાનું જણાવેલ અને બે દિવસ રાહ જાયા બાદ આજે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં, અને મહેશભાઇના પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા, આથી લીવર તથા બંને કિડનીનું અંગદાન કરવામાં આવ્યું હતું, આજે બપોરે ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી બિમ્સ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંગો મોકલવામાં આવ્યા હતાં. આ અંગે મહેશભાઇના પરિવારજનો તેમના પુત્ર તથા તેના ભાઇએ ડો.કાબરીયાના જણાવ્યાં અનુસાર કોઇની જિંદગી બચી શકતી હોય તેવા હેતુથી અંગદાનનો પરિવાર દ્વારા ર્નિણય કરાયો છે અને અન્ય લોકોએ પણ આવી રીતે અંગદાન કરવું જાઇએ તેમ જણાવ્યું હતું. આમ, પરિવારના આ ર્નિણયથી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution