લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026 |
2178
ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી ગાંધીનગરમાં યોજાઇ હતી. ગાંધીનગર બલરામ ભવન સ્થિત કિસાન સંઘ કાર્યાલયમાં આ બેઠક મળી હતી. બેઠકમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ તેમજ વીજપોલ ને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલન સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારી બેઠક બાદ કિસાન સંઘએ ખેડૂત મહિલાઓ પર લાઠી ચાર્જની ઘટનાને દૂર ભાગ્ય પૂર્ણ ગણાવી હતી સાથે જ જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો કિસાના સંધે આરોપ પણ લગાવ્યો હતો કે કેટલાક સંગઠનો ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે. કિસાન સંઘે એવી માંગ પણ કરી છે કે વીજ પોલ વળતરના મામલે ખેડૂતોને પોસાય તે પ્રકારની ચોક્કસ નીતિ નિર્ધારિત કરવી જાેઈએ.
એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે ખેડૂતો જાે રોડ પર આવી જશે તો સરકારની મુશ્કેલી વધી જશે. ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશે રાજ્યના ખેડૂતોને હાલ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક અને યોગ્ય ર્નિણય લેવા અપીલ કરી છે. સંઘનું કહેવું છે કે ખેડૂતોની આવક, ઉત્પાદન ખર્ચ, કુદરતી આફતો અને બજાર વ્યવસ્થાથી સંબંધિત અનેક પ્રશ્નો લાંબા સમયથી ઉકેલની રાહ જાેઈ રહ્યા છે.
સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેમાં જણાવાયું છે કે નવીન રાસાયણિક ખાતરના વિતરણમાં રહેલી મુશ્કેલીઓ દૂર કરી પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.વરસાદ ખેંચાવાની સ્થિતિમાં નવીન પાક બચાવવા માટે અસરકારક આયોજન કરવામાં આવે.
બિયારણ વિતરણની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે
જી.એમ. પાકો પર સંપૂર્ણ પ્રતિબંધની નીતિ યથાવત રાખી ગેરકાયદે બીજના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.વન્ય પ્રાણીઓના વધતા ઉપદ્રવથી ખેડૂતોના પાકને થતા નુકસાનથી બચાવવા યોગ્ય નીતિ અમલમાં મુકવામાં આવે.નર્મદા ઉપરાંત સિંચાઈના પાણીની લાંબા ગાળાની વ્યવસ્થા માટે વ્યાપક આયોજન કરવામાં આવે. જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન ભારતીય કિસાન સંઘ સાથે થયેલી ચર્ચાઓમાં આપવામાં આવેલા આશ્વાસનોનો તાત્કાલિક અમલ કરવામાં આવે.બટાકા સહિતના પાકોના ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર જરૂરી પગલાં ભરે તે જરૂરી છે ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નોના સમયસર ઉકેલથી કૃષિ ક્ષેત્રને મજબૂતી મળશે અને રાજ્યના ખેડૂતોને રાહત મળશે. સંઘે સરકારને ખેડૂતોના હિતમાં સંવેદનશીલ અભિગમ અપનાવી વહેલી તકે ર્નિણયો લેવા અપીલ કરી છે.
કોંગ્રેસ પક્ષ હમેંશા ખેડૂતોના સમર્થનમાં : ડો.તૃષાર ચૌધરી
વિધાનસભામાં વિપક્ષી દળ કોંગ્રેસે ખેડૂતોના હિત માટે સરકાર સામે લેખિત રજૂઆત કરી છે. વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા ડો તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓને બેફામ છૂટ અપાઈ રહી છે અને ખેડૂતોની જમીનમાં પોલીસ બંદોબસ્ત સાથે જબરદસ્તી વીજપોલ લગાવવામાં આવી રહ્યા છે.કોંગ્રેસ પક્ષે ખેડૂતોના હિત માટે સરકારને સ્પષ્ટ રીતે રજૂઆત કરી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ઉભો છે.તેમણે જણાવ્યું કે રાજ્યપાલ કક્ષાએ પણ કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન રજૂઆત કરવા જશે. ખાનગી કંપનીઓને મળતી છૂટ અને ખેડૂતોની જમીન પર થતી કાર્યવાહી સામે અમે સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ખેડૂતોના હિત માટે તમામ સંસ્થાઓમાં અવાજ ઉઠાવવામાં આવશે. હાલના પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો અંગે સક્રિય છે. રાજ્યપાલ સમક્ષ રજૂઆત બાદ આગામી પગલાં અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ર્નિણય લેવાશે.
વીજ થાંભલાંનું નિરાકરણ લાવવા ઇટાલીયાનો મુખ્યમંત્રીને પત્ર
વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલા હિન્દુ ખેડૂતોને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીઓના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે, તે મુદ્દે ગુજરાતભરના અનેક ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા ૧૨ દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢ ગામે, સાણંદના ડરણમાં, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાઓના મુદ્દે સરકારની નીતિઓનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાત કરવાનો સરકારે પ્રયત્ન પણ કર્યો નથી.