બ્રિટન-

ઉત્તરી ઇંગ્લેંડમાં પેટા-ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના માટે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ તે દરમિયાન પ્રમોશનલ મટિરિયલને લઈને વિવાદ ઉભો થયો છે. લેબર પાર્ટીના પ્રમોશનલ મટિરિયલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તસવીરને ટ્વિટર પર શેર કર્યા પછી વિવાદ ઉભો થયો હતો. આનાથી વિદેશી ભારતીય જૂથોએ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીને 'વિભાજક' અને 'ભારત વિરોધી' ગણાવી હતી.

ગુરુવારે વેસ્ટ યોર્કશાયરના બાટલીમાં અને સ્પેનમાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે. આ અભિયાન દરમિયાન પત્રિકા પર મોદીએ 2019માં જી 7 સમિટમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન બોરીસ જૉનસન સાથે હાથ મિલાવતો એક ફોટો છે, જેની સાથે ટૉરી સાંસદ વિશે એક સંદેશ લખવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે તેમને બચી રહેવું જોઈએ. ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરી હતી. જે બાદ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. તેમને પૂછવામાં આવ્યું કે, શું આનો અર્થ એ થયો કે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટામર્રને ભારતીય વડા પ્રધાન સાથે હાથ મિલાવતા નહિં જોવામાં આવે.

ભારતીય સમુદાયનો સંગઠને લેબર પાર્ટીને પ્રશ્ન

ભારતીય સમુદાયની સંસ્થા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN)એ કહ્યું હતું કે, 'પ્રિય કીર સ્ટામર્ર, શું તમે આ પ્રચાર સામગ્રીને સમજાવી શકો છો અને સ્પષ્ટ કરી શકો છો કે શું લેબર પાર્ટીના વડા પ્રધાન/રાજકારણી વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરશે? શું બ્રિટનમાં ભારતિય સમુદાય(Indian diaspora)ના 15 લાખથી વધુ સભ્યો માટે આ તમારો સંદેશ છે?

લેબર પાર્ટીમાં પણ આ તસવીરને લઈને હોબાળો

આ પ્રચાર સામગ્રી અંગે લેબર પાર્ટીના નેતાઓમાં પણ નારાજગી છે. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (LFIN) એ આ પ્રચાર પત્રિકાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે. LFINએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ પોતાની પત્રિકામાં વિશ્વના સૌથી મોટા લોકશાહી અને બ્રિટનના સૌથી નજીકના મિત્રોમાંના એક ભારતના વડા પ્રધાનની 2019ની જી -7 સમિટના ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો છે." લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વિરેન્દ્ર શર્માએ પણ આ પગલાની નિંદા કરી છે. તેમણે આ ચાલને વિભાજનકારી ગણાવી હતી.