સગા દિયરોનો ભાભી અને ભત્રીજા ઉપર લાકડાના ડંડાથી ગંભીર હુમલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   2079

શાહીબાગ વિસ્તારમાં આવેલા ખાડાવાળા વાસમાં વહેલી સવારે બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતની જૂની અદાવત રાખીને સગા દિયરો અને ભત્રીજાએ ભેગા મળીને મહિલા તથા તેના પુત્ર પર જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહિલા અને તેના યુવાન પુત્રને માથાના ભાગે લાકડાના ડંડાના ફટકા મારી લોહીલુહાણ કરી મૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અત્રેની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે શાહીબાગ પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાહીબાગ ન્યુ સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ખાડાવાળા વાસમાં ૪૮ વર્ષીય કોકિલાબહેન દશરથભાઈ ડાભી પોતાના પરિવાર સાથે રહે છે. ગત ૨૨ મેના રોજ સવારે ત્રણ વાગ્યાની આસપાસ તેમના દિયર લાલાજી ડાભીના પત્ની મીનાબેન ચાનો સામાન લઈને ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. સોસાયટીની ગલી સાંકડી હોવાથી કોકિલાબહેનના દીકરા વિજયે પોતાનું બાઇક ત્યાં પાર્ક કર્યું હતું. રસ્તો બ્લોક થતાં મીનાબેને બાઇક સાઇડમાં લેવા કહ્યું હતું, જેથી વિજયે તાત્કાલિક વાહન હટાવી લીધું હતું. જાે કે, તે સમયે દિયર લાલાજી અને દેરાણી મીનાબહેને આ સામાન્ય બાબતને લઈને કોકિલાબેન અને તેમના પુત્ર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો.બાદમાં પાડોશીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ સામાન્ય ઝઘડાની અદાવત મનમાં રાખીને રવિવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે જ્યારે કોકિલાબહેન પોતાના ઘરમાં સૂતા હતા, ત્યારે તેમના દિયર લાલાજી શંકરજી ડાભી , શૈલેષ શંકરજી ડાભી અને લાલાજીનો પુત્ર પરાગ ડાભી ભેગા થઈને ગલીમાં આવ્યા હતા અને ફરીથી વિજય સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઘરમાંથી રાડારાડ સાંભળીને કોકિલાબેન પોતાના દીકરાને બચાવવા વચ્ચે પડ્યા હતા. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution