12, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2475 |
ચાર સ્ટેશનો તેમજ થાણે ખાતેના રોલિંગ સ્ટોક ડેપોના ટ્રેકની કામગીરીનો પણ સમાવેશ
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે મે.સ. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઇન, સપ્લાય અને કન્સ્ટ્રક્શન તેમજ ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે કરાર કર્યો છે. અંદાજે ૧૫૭ રૂટ કિ.મી.ના એલાઇનમેન્ટમાંમુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી લઈને મહારાષ્ટ્ર–ગુજરાત સીમા પાસે આવેલા ઝરોલી ગામ સુધીનો સમગ્ર એલાઇનમેન્ટ આવરી લેવાયો છે, જેમાં ચાર સ્ટેશનો તેમજ થાણે ખાતેના રોલિંગ સ્ટોક ડેપો માટેના ટ્રેક કાર્યોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ટ્રેક કન્સ્ટ્રક્શનનું કામ પેકેજ ટી-૨ અને ટી-૩ હેઠળ ૨૦૦ કિ.મી.થી વધુ વાયડક્ટ પર કામ ચાલી રહ્યું છે. ટ્રેક કન્સ્ટ્રક્શન સંબંધિત તમામ ત્રણ પેકેજ ભારતીય કંપનીઓને આપવામાં આવ્યા છે, જેના કારણે હાઇ સ્પીડ રેલ ટ્રેક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીમાં ભારતનીી નિષ્ણાંતી અને જ્ઞાનમાં વધારો થયો છે.
જાપાનીઝ હાઇ સ્પીડ રેલ શિંકાન્સેન માં ઉપયોગમાં લેવાતી બેલેસ્ટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતની પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમમાં મુખ્ય ચાર ઘટકોમાં આર.સી. ટ્રેક ટ્રેક બેડ, સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટાર, પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સનો સમાવેશ થાય છે.