બુલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી: અકોટા- દાંડિયા બજાર બ્રિજ ૨૭મીથી ૧૨ દિવસ સુધી બંધ રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   વડોદરા   |   3861

હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિ. દ્વારા મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી અંતર્ગત વડોદરામાં પણ પંડ્યા બ્રિજની પાસે સ્ટેશન સાથે ટ્રેક માટે સ્પાનની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. વડોદરા શહેરમાંથી આ ટ્રેનનો સ્પાન પાંચ બ્રિજ પરથી પસાર થાય છે. જેમાં ચાર બ્રિજ તબક્કાવાર વાહન વ્યવહાર માટે બંધ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં બાકી રહેલા એકમાત્ર અકોટા- દાંડિયાબજાર બ્રિજ ઉપર સ્પાન નાંખવાની કામગીરી આગામી તા.૨૭મીથી હાથ ધરાનાર હોવાથી આ બ્રિજ વાહનોની અવર- જવર માટે તા.૨૭મી માર્ચથી તા.૮મી એપ્રિલ સુધી વાહનોની અવર- જવર માટે બંધ રહેશે તેવુ જાહેરનામું શહેર પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિ. દ્વારા શહેરમાં મોટાભાગના પિલરની કામગીરીની સાથે સ્પાનની કામગીરી હાઈટેક મશીનરીના માધ્યમથી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોડેક્ટ અંતર્ગત વડોદરા શહેરના પાંચ બ્રિજ પરથી પસાર થાય છે. જે પૈકીના ગોરવા-છાણી, શાસ્ત્રી બ્રિજ, જેતલપુર બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ પર સ્પાન નાંખવાની કામગીરી તબક્કાવાર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરીને પૂર્ણ કરવામાં આવી છે.

ત્યારે શહેરમાં હવે એકમાત્ર અકોટા- દાંડિયાબજાર બ્રિજ ઉપર બુલેટ ટ્રેનના ટ્રેક માટે સ્ફાનની કામગીરી બાકી છે. આ કામગીરી તા.૨૭મી માર્ચથી હાથ ધરાનાર છે. જે તા.૮મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે આ બ્રિજ આગામી ૧૨ દિવસ વાહનોની અવર- જવર માટે બંધ રહેશે. ત્યારે કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે જેતલપુર બ્રિજ અને ગરનાળુ તેમજ વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જણાવ્યું છે. જાેકે, અકોટા- દાંડિયા બજાર બ્રિજ બંધ રહેતા જેતલપુર બ્રિજ તેમજ સ્ટેશનના ગરનાળામાં સાંજના સમયે ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર અંદાજીત ૪૫મી.ના સ્પાન નાંખવાની કામગીરી કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution