પેટ્રોલ માટે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડે નવા નિયમો જાહેર કર્યાં : પેટ્રોલમાં ૩૦ ટકા સુધી ઈથેનોલ વધારવા મંજૂરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, મે 2026  |   3663

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર ૨૦ ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જાેકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ ૩૦ ટકા સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે અગાઉ ૧૫ મે-૨૦૨૬ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી BISએ પેટ્રોલમાં ૨૦ ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે ૨૨, ૨૫, ૨૭ અને ૩૦ ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.

આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા ર્નિણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની ર્નિભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે.

ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન ને પણ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે. AIDAએ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો ર્નિણય ગણાવ્યો છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, BIS દ્વારા ઈ૨૨થી ઈ૩૦ ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ ર્નિણય આવનારા સમયમાં ભારતની ઉર્જા સુરક્ષા વધારશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution