ઘર ખરીદવું દરેકનું એક સપનું ઃ પ્રોપર્ટી ટેક્સમાં મહિલાઓને અપાતી ખાસ છૂટ


ઘર ખરીદવું દરેકનું એક સપનું હોય છે. ઘણા લોકો આના માટે બચત કરે છે. ત્યારે જ ક્યાંક એક ઘર ખરીદી શકે છે. ઘર ખરીદવા પર લોકોને ઘરની કિંમત ઉપરાંત અન્ય વસ્તુઓમાં પણ પૈસા ખર્ચ કરવા પડે છે. પરંતુ જાે કોઈ ઘર તમે તમારી પત્નીના નામે ખરીદો છો, તો તમને તેમાં લાભ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર મહિલાઓની સમાજમાં ભાગીદારી વધારવા માટે ઘણાં પગલાં લઈ રહી છે. આ જ કારણે સરકાર મહિલાઓને પુરુષોની સરખામણીમાં ઘણી બાબતોમાં છૂટ પણ આપે છે. મહિલાઓ માટે સરકારે પ્રોપર્ટી ખરીદવા માટે પણ અલગ નિયમો બનાવ્યા છે. પ્રોપર્ટી ટેક્સમાં મહિલાઓને ખાસ કરીને છૂટ આપવામાં આવે છે. તેથી જાે તમે નવું ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારી પત્નીના નામે ઘર ખરીદો. તેમાં તમને ઘણો ફાયદો થશે.

ભારતમાં ઘણાં એવા કામ છે જ્યાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે અને તેમને છૂટ પણ આપવામાં આવે છે. જાે તમે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, તો વધુ સારું છે કે તમે તેને તમારી પત્નીના નામે ખરીદો. આમાં સૌથી વધુ ફાયદો થાય છે જ્યારે તમને લોનની જરૂર પડે છે. ભારતમાં ઘણી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન આપે છે. ઘણી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની ઘણી યોજનાઓ મહિલાઓ માટે ખાસ કરીને હોય છે. જાે તમે તમારી પત્નીના નામે હોમ લોન લો છો, તો તમને ઓછા વ્યાજ દરે હોમ લોન મળી શકે છે.જ્યારે કોઈ પણ ઘર ખરીદે છે, ત્યારે ઘર ખરીદવા માટે ઘણી કાગળની કાર્યવાહી કરવી પડે છે. તમારે ઘરની નોંધણી કરાવવી પડે છે. આ માટે તમે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવો છો. સ્ટેમ્પ ડ્યુટીમાં પણ તમારા ઘણા પૈસા જાય છે. પરંતુ ભારતના ઘણા રાજ્યો એવા છે જ્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. જાે સરખામણી કરવામાં આવે તો પુરુષોની સરખામણીમાં મહિલાઓને સામાન્ય રીતે ૨ થી ૩ ટકા સ્ટેમ્પ ડ્યુટી પર છૂટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો દિલ્હીમાં પુરુષોએ ૬% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે, તો મહિલાઓએ પુરુષો કરતાં બે ટકા ઓછી ૪% સ્ટેમ્પ ડ્યુટી જ આપવી પડે છે. ઉત્તર પ્રદેશમાં પુરુષોએ સાત ટકા સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે છે તો મહિલાઓએ માત્ર ૫%.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution