દિલ્હી-

હાથરસમાં ગેંગરેપ અને હત્યાંકાડમાં સીબીઆઈએ આજે ચાર્જશીટ દાખલ કરી દીધી. સીબીઆઈએ 22 સપ્ટેમ્બરે આપેલા પીડિતાના અંતિમ નિવેદનનો આધાર બનાવીને ચાર્જશીટ દાખલ કરી છે અને નિર્ણય કોર્ટ ઉપર છોડી દીધો છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગેંગરેપ અને હત્યાકાંડમાં સીબીઆઈએ આજે ચાર્જશીટ આજે દાખલ કરી દીધી. કેસની આઈઓ સીમા પાહુજા અને સીબીઆઈના અધિકારી આજે હાથરસ જિલ્લા કોર્ટ પહોંચ્યા. સીબીઆઈએ એસસી/એસટી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાથરસની એસસીએસટી કોર્ટમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ રજૂ કરી. આરોપીઓના વકીલ મુન્ના સિંહ પુંઢિર અનુસાર ગેંગરેપ, હત્યા અને છેડછાડ, એસસીએસટીની કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 

હાથરસકાંડની પીડિતા 14 સપ્ટેમ્બરે પોતાના ગામના જ ખેતરમાં ગંભીર હાલતમાં મળી હતી. પાછળથી અલીગઢની હોસ્પિટલમાં અને તે પછી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ પોતાના જ ગામના ચાર છોકરાઓ ઉપર ગેંગ રેપનો આરોપ લગાવ્યો હતો, જે પછી લોકલ પોલીસે બધાની ધરપકડ કરી લીધી હતી. પીડિતાના મોત પછી દેશભરમાં પ્રદર્શન થયા હતા. આ દરમિયાન યૂપી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર દાવો કર્યો હતો કે, પીડિતા સાથે ગેંગરેપ થયો નથી. યૂપી પોલીસના નિવેદન પછી કોર્ટે યૂપી પોલીસને ફટકાર પણ લગાવી હતી. આ કેસમાં યોગી સરકારે એસઆઈટી પણ બનાવી હતી, તેને તપાસ પછી રિપોર્ટ સરકારને સોંપી દીધી છે.