ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026  |   2772

કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution