વેસ્ટન ડિસ્ટર્બન અને સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદની શક્યતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026  |   3069

રાજ્યના અનેક શહેરમાં અસહ્ય ગરમી શરૂ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવે છે. આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન અને સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા ૧૯ થી ૨૧ એપ્રિલ સુધી અસહ્ય ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. જેમાં આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ૨૦ એપ્રિલના અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૨૧ એપ્રિલના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં ૪૧.૮ ડિગ્રી, અમરેલીમાં ૪૧.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧.૨ ડિગ્રી, વડોદરામાં ૪૦.૮ ડિગ્રી, ડીસામાં ૪૦.૫ ડિગ્રી, ભુજમાં ૩૯.૭ ડિગ્રી, ભાવનગરના ૩૯.૨ ડિગ્રી, સુરતમાં ૩૯.૨ ડિગ્રી, કંડલામાં ૩૭.૪ ડિગ્રી, દીવમાં ૩૬.૮ ડિગ્રી, પોરબંદરમાં ૩૪.૬ ડિગ્રી, નલિયામાં ૩૪.૫ ડિગ્રી, દમણમાં ૩૪.૨ ડિગ્રી, વેરાવળમાં ૩૨.૮ ડિગ્રી, ઓખામાં ૩૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution