શામળાજી,

યાત્રાધામ શામળાજી મંદિરમાં ગ્રહણના દિવસે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર સવારે ૫-૦૦ કલાકે ખોલવામાં આવશે. તેમજ મંગળા આરતી સવારે ૫.૪૫ કલાકે કરવામાં આવશે. શણગાર આરતી સવારે ૭ કલાકે કરાશે. રાજભોગ આરતી સવારે ૮.૩૦ કલાકે કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯ કલાકે મંદિર બંધ કરવમાં આવશે. જા કે ફરી સવારે ૯.૪૫ કલાકે મંદિર ખોલવામાં આવશે. ત્યારબાદ ગ્રહણ મોક્ષ થયા બાદ સ્નાન ભોગ આદિ સેવા શરૂ કરવામાં આવશે. ગ્રહણ પ્રારંભનો સમય સવારે ૧૦.૦૮ મિનિટે અને ગ્રહણ મોક્ષ બપોરે ૦૧ – ૩૭ મિનિટે થશે.