ચેન્નાઈ સુપરકિંગ્સને ઝટકો, ઈન્જરીને કારણે સ્ટાર બોલર ખલીલ IPLઅધવચ્ચે બહાર!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   3564


ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને IPL ૨૦૨૬ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. એમએસ ધોનીની ઈજા પહેલાથી જ CSKને પરેશાન કરી રહી છે, અને ચાહકો તેની વાપસીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે હવે ચેન્નાઈ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે CSKના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી દીધી છે. જાેકે, તેના રિપ્લેસમેન્ટનું એલાન હજું સુધી કરવામાં નથી આવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ ૧૮ એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણેIPLમાંખી બહાર થઈ ગયો છે. ખલીલ અહેમદ, જે અત્યાર સુધી CSKદ્વારા રમાયેલી પાંચેય મેચનો ભાગ રહી ચૂક્યા છે, તેણે ૧૪ એપ્રિલે કેકેઆર સામેની પાછલી મેચ દરમિયાન જમણા હિપમાં દુ:ખાવો હોવાની વાત કહી હતી.

ટુર્નામેન્ટના શરૂઆતના સ્ટેજમાં તે CSK માટે સૌથી સારું પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો. IPL  એક સોર્સે કહ્યું કે, ‘આ ગ્રેડ ૨ ટીયર છે અને રિહેબમાં ઓછામાં ઓછા ૧૦-૧૨ અઠવાડિયા લાગશે.’ડાબા હાથના આ પેસરે ભારત માટે ૧૧ વનડે અને ૧૮ T-૨૦ મેચ રમી છે, જેમાંથી છેલ્લી મેચ તે જુલાઈ ૨૦૨૪માં રમ્યો હતો.

એક અહેવાલ પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ૨૦૨૬ ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLનો પહેલો મુકાબલો ૨૩ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે હોઈ શકે છે. CSK ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૪૪ વર્ષીય ધોની, જે પ્રી-સીઝન કેમ્પમાં પિંડલીમાં ઈજાથી પીડાયા બાદથી બહાર હતો, તે હવે સંપૂર્ણ ફિટ હોવાની નજીક છે.CSK ની આગામી મેચ ૧૮ એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. આનો અર્થ એ થયો કે ધોની આ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં.CSK એ IPL ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૫ મેચ રમી છે. પહેલી ત્રણ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઘરઆંગણે છેલ્લી બે મેચ જીતી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution