કાલુપુરા ખાતેથી શરૂ થયેલ શોભાયાત્રામાં જાેડાયેલ સ્ત્રીઓ કેસરી રંગની નવવારી સાડી અને પુરુષો કેસરિયા સાફા સાથે જાેડાતાં સમગ્ર શહેર કેસરિયા રંગમાં રંગાયેલું જાેવા મળ્યું હતું. શોભાયાત્રામાં શિવાજી મહારાજના વંશજાે તેમજ અન્ય ઐતિહાસિક કિસ્સાઓની ઝાંખી દર્શાવતાં ફલોટ્‌સ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તે સિવાય વિવિધ મંડળો પૈકી અખાડા, લેઝીમ તેમજ ભજનમંડળી પણ જાેડાઈ હતી. શોભાયાત્રામાં જાેડાયેલ મોટી સંખ્યામાં લોકો દ્વારા જય ભવાની... જય શિવાજી...ના ગગનભેદી નાદ સાથે નારા લગાવવાની સાથે ડી.જે.માં વાગતા વિવિધ મરાઠી અને હિંદી ગીતો પર લોકો ઝૂમી ઊઠ્યા હતા.