બદાયુ-

ઉત્તર પ્રદેશના બદાયુના એક ગામમાં ૧૫ ઓગસ્ટે ભગતસિંહ પર નાટકનું રિહર્સલ કરી રહેલા બાળકના ગળામાં ફાંસી લાગતા મોત થયુ છે. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી વગર જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ઘટના સામે આવ્યા બાદ ગામમાં માતમ છવાઇ ગયો હતો.

થાના કુંવરગામ વિસ્તારના ગ્રામ બાબટના ભૂરે સિંહનો ૧૦ વર્ષીય પુત્ર શિવમ ઘરમાં એકલો હતો જે બાદ મોહલ્લાના અન્ય બાળકો પણ આવ્યા હતા અને સ્વતંત્રતા દિવસ પર નાટક માટે સરદાર ભગત સિંહના નાટકની તૈયારી કરવા લાગ્યા હતા. બાળકની માતા આરતી અને પિતા ખેતરમાં કામ કરવા ગયા હતા. ૧૫ ઓગસ્ટે સરદાર ભગત સિંહ સાથે જાેડાયેલા નાટકમાં રોલ કરવાનો બાળક અભ્યાસ કરી રહ્યા હતા. શિવમ ભગત સિંહનો રોલ ભજવતો હતો, આ દરમિયાન ફંદો લાગતા તેનો જીવ જતો રહ્યો હતો. ઘટના બાદ બાળકો આસપાસના લોકોને મદદ માટે બોલાવવા ગયા હતા. ઘટના પર પહોચેલા લોકોએ ખેતરમાં કામ કરી રહેલા તેના માતા-પિતાને બોલાવ્યા હતા અને ફાંસીના ફંદાથી બાળકને નીચે ઉતાર્યો હતો. જે બાદ પરિવારજનોએ બાળકના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

ગ્રામ પ્રધાન ભીમસેન સાગરે જણાવ્યુ કે બાળક રમી રહ્યા હતા અને માતા-પિતા ઘરે નહતા, ત્યારે તે ફાંસીના ફંદાનો શિકાર બની ગયો હતો અને તેનું મોત થયુ હતું. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી વગર જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. બદાયૂના પોલીસ અધિકારી સંકલ્પ શર્માએ જણાવ્યુ કે ઘટના સામે આવતા પોલીસની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી પરંતુ પરિવાજનોએ જણાવ્યુ કે બાળકનું મોત થયુ છે પરંતુ કઇ રીતે થયુ તેની જાણકારી આપી નહતી. લોકોનું કહેવુ છે કે ભગત સિંહ પર નાટકની તૈયારી કરતા સમયે બાળક સ્ટૂલ પરથી નીચે પડ્યુ હતું અને ફાંસી લાગતા મોત થયુ હતું.