જાણીતી આઈટી કંપનીના ડે-કેરમાં બાળકોને વૉશિંગ મશીનમાં નાખ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026  |   1188


કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જાણીતી કંપનીના કેમ્પસમાં આવેલા શિશુ ગૃહ એટલે કે ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચાર ગુજારાતો હોવાનો ખુલાસો થયો છે. અહીં બાળકોને સજાના ભાગરૂપે વૉશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરવાની તેમજ બાથરૂમમાં બંધ કરી દેવા જેવી અમાનવીય હરકતો કરાતી હતી. આ મામલે પોલીસે ડે-કેરના ૫ આયાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના બેંગલુરુના એક અગ્રણીઆ પાર્ક સ્થિત ડે-કેર સેન્ટરમાં બની છે, જ્યાં નોકરી કરતા દંપતીઓ પોતાના નાના બાળકોને મૂકીને જતા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિશુ ગૃહનો સ્ટાફ રડતા કે તોફાન કરતા માસૂમ બાળકોને ચૂપ રાખવા માટે અત્યંત ભયાનક રીત અપનાવતો હતો. બાળકોને ડરાવવા માટે તેમને બંધ વૉશિંગ મશીનની અંદર મૂકીને ચાલુ કરાતું હતું. એટલું જ નહીં, ઘણીવાર તેમને અંધારા બાથરૂમમાં કલાકો સુધી પૂરી રખાતા હતા.કેટલાક બાળકોના વર્તનમાં અચાનક આવેલા ફેરફાર અને તેમના શરીર પરના ઈજાના નિશાનો જાેઈને વાલીઓને શંકા ગઈ હતી. જ્યારે વાલીઓએ ડે-કેર મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution