લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026 |
2079
શહેરનાં ડિંડોલીનાં નવાગામ વિસ્તારમાં રહેતા ૭ વર્ષીય વિધાર્થીનું લાંબા સમયથી સખત તાવ અને બાદમાં કમળાની બીમારીથી મોત થયું હતું પુત્રનાં મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવાગામ ડીંડોલી ખાતે ઉમિયા નગરમાં રહેતો ૭ વર્ષીય દુર્ગેશ નિમ્બા પાટીલગત રાત્રે ઘરે અચાનક બેભાન થઇ ગયો હતો.પિતા નિમ્બા પાટીલ તેને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબો તેને મૃત જાહેર કર્યો હતો. દુર્ગેશ છેલ્લા ૧૦થી ૧૫ દિવસથી સખત તાવથી પીડાઈ રહ્યો હતો. શરૂઆતમાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જાેકે ઘરે આવ્યા બાદ ફરી તાવ શરૂ થયો હતો અને કમળો પણ થયો હતો જેથી રાત્રે તે બેભાન થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.દુર્ગેશ નવાગામની સરકારી શાળામાં ધોરણ-૧માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં એક ભાઈ છે. તેના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માસૂમ બાળકનાં નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.