સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   2574

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.

આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.

   સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક

સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution