કંપનીઓને ૩૦ દિવસ વેલિડિટીના સ્પષ્ટ પ્લાન ઑફર કરવા તાકીદ કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   2079

ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાન પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે સરકારી સ્તરે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ સ્પષ્ટ રીતે ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ૨૮-દિવસના પ્લાનમાં સમસ્યા અનુભવી રહેલા વપરાશકર્તાઓ તરફથી વધતી ફરિયાદોને પગલે આ પગલું લેવામાં આવી રહ્યું છે.રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પ્લાન હેઠળ, જાે વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ ઉપયોગ ન થાય તો તે દિવસના અંતે સમાપ્ત થઈ જાય છે.

તેમના મતે, જાે કોઈ ૨ય્મ્ ડેટા મેળવે છે અને ફક્ત ૧.૫ય્મ્ નો ઉપયોગ કરે છે તો બાકીનો ડેટા કોઈપણ રિફંડ અથવા રોલઓવર વગર સમાપ્ત થઈ જાય છે. તેમણે માંગણી કરી હતી કે વપરાશકર્તાઓને બાકીના ડેટાનો ઉપયોગ બીજા દિવસે અથવા આગામી સાઈકલમાં કરવાનો વિકલ્પ આપવો જાેઈએ.રાઘવ ચઢ્ઢાએ ૨૮-દિવસના રિચાર્જ પ્લાનને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમનો દલીલ છે કે આનાથી વપરાશકર્તાઓને આખા વર્ષ દરમિયાન વધુ વારંવાર રિચાર્જ કરવાની ફરજ પડે છે, જેનાથી તેમના ખર્ચમાં વધારો થાય છે. તેમણે એમ પણ કહ્યું કે રિચાર્જ સમાપ્ત થયા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી જીસ્જી અને ઇનકમિંગ કોલ્સ જેવી મૂળભૂત સેવાઓ ઉપલબ્ધ રહેવી જાેઈએ. તેમણે ડિએક્ટિવેશન માટે લાંબા ગ્રેસ પીરિયડની પણ હિમાયત કરી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution