અમદાવાદ-

અમદાવાદમાં કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી. જેમાં 2 કેસો ગેરકાયદેસર જમીન પર દબાણ અને પચાવી પાડવાની ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાની 2 જમીન મામલે 2 કેસ અને 2 ફરિયાદ કરવામાં આવી છે.જેમાં જમીનની કિંમત 27 કરોડની કિંમત છે. અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે 63 કેસોની સમીક્ષા કરવામાં આવી છે જેમાં 1850 કરોડની જમીનનું ડીસીઝન કરવામાં આવ્યું હતું.ગત વખતે મળેલી બેઠકમાં 35 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં 130 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવી હતી. આ તમામ જમીન અમદાવાદ જિલ્લા અને સીટી ઉપરાંત સરકારી જમીન અને મનપાની જમીન પણ છે જેમાં તમામ જમીન મામલે અત્યારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ વિશે વાત કરતા કલેકટર સંદીપ સાંગલે એ જણાવ્યું હતું કે 31 મી ના રોજ લેન્ડ ગ્રેબિંગ મામલે બેઠક મળી હતી. જેમાં 2 કેસો કરવામાં આવ્યા છે અને 2 આરોપી છે. આ તમામ જમીન 27 કરોડ ની છે અને અમદાવાદ જિલ્લાની છે. જોકે આ લેન્ડ ગ્રેબિંગ મામલે વધુ એક સારી બાબત સામે આવી છે કે જ્યારે પણ અરજદાર આ મામલે અરજી કરે ત્યારે આરોપી સામેથી જ સમાધાન કરી અને જમીનને ખાલી કરી દેછે. જોકે આવા મારા ધ્યાનમાં 6 કેસ આવ્યા છે. કાયદેસર પગલાં થી અને કાયદાના ડરથી જ આરોપીઓ જમીન ખાલી કરી ને આપે છે. કેટલાક આરોપીઓ એવા છે જેમના સામે પોલીસ ફરિયાદ કરવિ પડે છે. નોંધનીય છે કે આ બેઠકમાં જીલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ હાજર રહયા હતા. સરકારે લેન્ડ ગ્રેબિંગ મુદ્દે કાયદા અને નિયમો કડક બનાવતા હવે બહુ માફિયા ફફડી રહયા છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ કડક કાર્યવાહી કરતા આરોપીઓ ભીગી બિલ્લી બની ગયા છે.