પીજીમાં જઇને પત્નીને માર મારતા પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ દાખલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   1782

અમદાવાદના આંબાવાડીમાં છુટાછેડાના કેસને કારણએ પતિથી અલગ રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને મારી હતી . અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતની મહિલાએ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં પીજીમાં રહેતા પ્રિયંકા પરીખે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન ૨૦૧૧માં સમાજના રીત રિવાજ મુજબ વિશાલ પરીખ સાથે થયા હતા. બંનેને બે બાળક પણ છે જે હાલમાં વિશાલ અને તેના પરિવાર સાથે રહે છે. વિશાલને છેલ્લા ૧૨ વર્ષથી વેજલપુરમાં રહેતી કિંજલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી પતિ વિશાલથી અલગ રહે છે અને બંનેનો છૂટાછેડાનો કેસ પણ ચાલુ છે. તેમના પીજીમાં પતિ અને તેની પ્રેમિકા પહોંચી હતી અને ઘરે કેમ આવતી નથીતેમ કહીને મારવાનું શરુ કર્યુ હતું..જાેકે પ્રિયંકાબેને બૂમાબૂમ કરતાં તેની મિત્ર આવી જતા બંને ફરાર થઇ ગયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution