લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026 |
2376
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકર સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલમાં કલ્પના કોડેકરે અભ્યાસ કર્યો ન હોવા છતા સ્કૂલના નામનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે શાળાના ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કલ્પના કોડેકરે કહ્યું છે કે, તે આઠમા ધોરણ સુધી આ શાળામાં જભણી છુ. જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દસ્તાવેજ સ્વરૂપે રજૂ કર્યું છે તે સાચુ છે. પુરાવા રજૂ કરવા તૈયારી દર્શાવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલને પત્ર લખવામાં આવ્યો હતો કે જિલ્લા શિક્ષણાધિકારીને અરજી આપવામાં આવી હતી કે, કલ્પનાબેનનું કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ ખોટું છે જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં કલ્પનાબેન સુરેશભાઈ નવલેકર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં જાેડવામાં આવતા દસ્તાવેજાેમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં ય્ઇ નંબર અને ન્ઝ્ર નંબરની તપાસ કરવામાં આવી હતી. સ્કૂલમાં આ બંને નંબરો અંગેની તપાસ કરવામાં આવી હતી અને ય્ઇ રજીસ્ટરની તપાસ કરવામાં આવી હતી. જેમાં અન્યના નામ હોવાનું માલૂમ પડ્યુ હતુ. કલ્પનાબેન નવલેકરનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રમાં શાળામાં દાખલ તારીખ ૨૭ જૂન,૧૯૮૮ દર્શાવી છે. જ્યારે શાળાના ય્ઇમાં આ મુજબની તારીખમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ન થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.