રાત્રે દ્વિચક્રી વાહન પર સંપૂર્ણ પ્રતિબંધ દિવસે એક જ સવારી ચલાવી શકાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026  |   3663

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ ૧૫૨ વિધાનસભા બેઠકો પર રાત્રે ૬થી સવારના ૬ વાગ્યા સુધી બાઈક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવાઇ છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને ૨૩ એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.

ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા બાઈકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ભાજપ - ટીએમસી વચ્ચે ખરાખરીનો જંગ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના જાેરશોરથી ચાલી રહેલા પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થયા છે. પ્રથમ તબક્કામાં રાજ્યની મહત્વની બેઠકો પર મતદાન થવાનું છે, જેના માટે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપાએ એડીચોટીનું જાેર લગાવ્યું છે. મતદાનના ૪૮ કલાક પૂર્વે નિયમ મુજબ જાહેર પ્રચાર અટકાવી દેવાયો છે. હવે ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે) પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કામાં જંગલમહાલ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન યોજાવાનું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution