લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026 |
2178
દેશની મહિલાઓને આજે આઝાદીના આઠ દાયકા પછી પણ સંસદમાં ઉચિત સ્થાન ન મળતાં કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો. ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એનડીએની સરકાર દ્વારા બહેનો-મહિલાઓની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં આવશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોંગ્રેસ તેમજ તેમના સાથી પક્ષોએ આ મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કરીને બિલ પાસ થવા ના દીધું અને મહિલાઓની આશા અને અપેક્ષા પર પાણી ફેરવી દીધું હતુ. પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ચૂંટણી સંચાલનના ઇન્ચાર્જ ગોરધન ઝડફીયાએ વધુમાં જણાવ્યુ કે, આપણા બંધારણના આમુખમાં પણ લખેલું છે કે કોઈપણ જ્ઞાતિ, જાતિ કે કોઇપણ ભેદ તથા લિંગભેદ વગર સૌને સમાન અધિકાર મળશે છતાં આઝાદીના આઠ-આઠ દાયકા પછી પણ જેમાં સૌથી વધુ સત્તા સ્થાને એક જ પરિવારના લોકો અને કોંગ્રેસ પાર્ટી રહી છે. તેઓએ બંધારણના આમુખને પણ લાગુ ન કર્યો. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી જવાબદારી છે કે, જે આપણા સંવિધાનમાં લખાયેલું છે જેને આપણે લાગુ કરીએ અને તેનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો. વર્ષ ૨૦૨૩માં જે બિલ લાવ્યા હતા તેમાં ડી-લિમિટેશન સાથેનું તે બિલ હતું અને ભવિષ્યમાં ડી-લિમિટેશન સાથે સંશોધન કરીને લાગુ કરવાની બાબત હતી તે સમયે કોંગ્રેસે તેને ટેકો આપ્યો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં કોંગ્રેસનું ચરિત્ર બદલાઈ ગયું કે કોંગ્રેસે આ બિલને પાસ કરવામાં રોડા નાખ્યા. દેશની બહેનોને વંચિત રાખવાનું પાપ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરી રહ્યા છે અને સંસદ ભવનની બહાર આવીને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ૧૭મી તારીખે સંસદ ભવનમાં જે ચર્ચા ચાલતી હતી તેની પર દેશની ૭૦ કરોડ જેટલી બહેનોની નજર હતી, કોંગ્રેસ પાર્ટી અને તેમના સાથીઓએ આ ૭૦ કરોડ મહિલાઓના સપનાઓને ચકનાચૂર કરીને તોડી નાખ્યા છે વિધાનસભા તેમજ લોકસભામાં ૩૩ ટકાની મહિલાઓની જન ભાગીદારીનું બિલ ભાજપા અને એનડીએ સરકાર દ્વારા મૂકવામાં આવ્યું હતું.