ડિજિટલ ગુજરાતના દાવાઓ સામે કોંગ્રેસે અનેક સવાલો ઉભા કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   2079

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા “ડિજિટલ ગુજરાત”ના મોટા-મોટા દાવાઓ સામે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ગંભીર સવાલો ઉઠાવતા રાજ્યની શિક્ષણ પ્રણાલી પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ આધુનિક યુગમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ આપવામાં આવી રહી છે. હેમાંગ રાવલે આ પરિસ્થિતિને “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો સંસ્થાગત અન્યાય” ગણાવીને સરકારની નીતિ અને ઈચ્છાશક્તિ પર પ્રશ્નચિહ્ન મૂક્યું છે. તેમના મતે, જ્યારે દેશના અન્ય રાજ્યો બ્લોકચેન, ઊઇ કોડ, ડિજિટલ સિગ્નેચર  જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત બોર્ડ હજુ પણ પેપર આધારિત જૂની અને અસુરક્ષિત પ્રણાલીમાં અટવાયેલું છે. હેમાંગ રાવલે અન્ય રાજ્યો સાથે તુલના કરતા જણાવ્યું કે, કર્ણાટક બોર્ડમાં બ્લોકચેન સિસ્ટમ દ્વારા ડેટા સુરક્ષિત કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્ર બોર્ડ ડિજિટલ સિગ્નેચર અને ઊઇ કોડ દ્વારા સેકન્ડોમાં ઓનલાઇન વેરિફિકેશનની સુવિધા આપે છે. સીબીએસઈ અને એનઆઈઓએસ જેવા બોર્ડ ડીજીલોકર ઇન્ટિગ્રેશન સાથે વૈશ્વિક સ્વીકૃતિ ધરાવે છે, પરંતુ ગુજરાત બોર્ડની માર્કશીટમાં હજુ પણ વિદ્યાર્થીનો ફોટો, ઊઇ કોડ, જન્મ તારીખ કે માતાના નામનો અભાવ જાેવા મળે છે. આ ટેકનોલોજીકલ પછાતપણાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લાંબો સમય લાગે છે અને ઘણીવાર ફેક માર્કશીટ કે ડોક્યુમેન્ટ ફ્રોડની સંભાવનાઓ પણ વધી જાય છે. ડિજિટલ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને અનાવશ્યક સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution