28, જુલાઈ 2024
3069 |
અંબાજી, અંબાજી માં ગબ્બર ખાતે નવારંગરૂપ સાથે પગથીયા ધાંગધ્રા સ્ટોનના પથ્થરથી મઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ૨૦ કરોડ ૪૦ લાખના ખર્ચે ના નિર્માણ હાલ પુર જાેશ માં ચાલી રહ્યુ છે જેના પગલે હાલ ગબ્બર ચઢવા નો એક રસ્તો બંધ કરી એક માર્ગ થી યાત્રિકો ચઢ ઉતર કરી રહ્યા છે ને ભાદરવી પૂનમ ને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો છે ને મેળા દરમિયાન પણ હજજારો પદયાત્રીઓ ગબ્બર પર્વત પર જતા હોય છે ને તેવા સમયે યાત્રિકો હેરાન ન થાય તેવા પગલાં લેવા યાત્રિકો જણાવી રહ્યા છે. જાેકે ગબ્બર માં અંબે નુ મૂળ સ્થાન માનવમા આવે છે ને મેળા મા લાખો ની સંખ્યા મા આવતા ભક્તો ને ધ્યાને રાખી તા.૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી મા ભાદરવી પૂનમનો મહા મેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો માં અંબા ના ગબ્બર ગોખના દર્શન કરશે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે ભાદરવી પૂનમ દરમિયાન ગબ્બર પગથિયા ના કાર્યને રોકવામાં આવશે. અને અને જેટલું બાકી હશે તે કાર્ય ભાદરવી પૂનમ ના મેળા બાદ ફરી શુરૂ કરવા મા આવશે તેવો ર્નિણય લેવાયો હોવાનુ વહીવટદાર કૌશિક મોદી અધીક કલેક્ટર અને વહીવટદાર, મંદિર ટ્રસ્ટ અંબાજી એ જણાવ્યું હતું. ગબ્બર ખાતે હાલના ચઢવા અને ઉતરવાના પગથીયા નાના-મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી માઈ ભક્તોને ચઢવા અને ઉતરવામાં વધારે તકલીફ પડતી હતી. વધુમાં અમુક પગથિયા તૂટી પણ ગયેલા હાલતમાં હોવાથી નવીન અને સુવિધા જનક ધાંગધ્રાના ટોન પથ્થરોથી મઢવા માં આવશે જેનથી એક અલગ ઓળખ ઊભી થશે. અને માઈ ભક્તોને ચઢવા ઉતરવામાં સરળતા રહેશે. તેના માટે પગથિયા નુ નવનીકરન અને સાઈડમાં રેમ્પ પણ લગાડવામાં આવશે. અને પગથિયાની સાથે સાથે સ્ટ્રીટ લાઈટ , સીસીટીવી , ટોયલેટ બ્લોક, પાણીની પરબો , બેસવા માટે સહિત અનેક આકર્ષણ આગામી સમયમાં જાેવા મળશે.