ગાંધીનગર-

કોરોના વાયરસના કારણે અમદાવાદ બાદ સુરતમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. સતત સુરતમાં કેસનો વધારો થતાં વિવિધ પગલા ભરીને કેસને કાબૂમાં લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન સુરતની મુલાકાત લેવાના છે. આ બેઠકમાં અધિકારી અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. જ્યાં કોરોનાના ફેલાવાને અટકાવવા માટે કેવા પગલા ભરવા જાેઈએ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

અનલોક-૩નો પ્રારંભ થઈ ગયો છે જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે રાજ્ય સરકારે રાત્રી કફ્ર્યૂ દૂર કરવાની જાહેરાત કરી છે, આ સાથે જીમ અને યોગા સેન્ટર પણ ખુલ્લા મૂકવાની મંજૂરી આપવામાં આવી છે, આવામાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે પૂરતા પગલા ભરવા પણ જરુરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરત જઈને શહેરની સ્થિતિનો તાગ મેળવશે. આ દરમિયાન રિપોટ્‌ર્સ મુજબ મુખ્યમંત્રી વિજય રુપાણી શહેરમાં ૧૦૦૦ બેડ્‌સની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ છે તેનું પણ લોકર્પણ કરશે.