કોરોનાને નાથવો અનિવાર્ય છે: યુનોના મહામંત્રી

યુનો-

'બીજી તરફ ઋતુઓમાં થઇ રહેલા પલટાઓથી આપણી સામે, પહેલાં કદી ન હતા. તેવા પડકારો ઉપસ્થિત થયા છે. એક તરફ ઋતુઓના પલ્ટાઓ ચાલે છે તો બીજી તરફ સંઘર્ષો પણ વધી રહ્યા છે. તેમાં કોવિદ-૧૯નો પણ પડકાર ઉભો થતાં, આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (સતત વિકાસનાં ધ્યેયો) આપણા હાથની બહાર જઇ રહ્યા છે.કોવિદ-૧૯ના ત્રીજાં મોજાંની ભીતિ દેખાતાં, વિશ્વ-વિકાસની ૨૦૩૦ની કાર્યસૂચિ ઉપર પણ અસર પડનાર છે. તેથી તેનું આકલન કરવા, રજી જીડ્ઢય્ સમયે, પોતાનો ખેદ વ્યક્ત કરતાં, ગટ્રેસે, કહ્યું હતું કે વિકાસશીલ દેશોના સતત વિકાસની ગતિવિધિ ઉપર આની ગંભીર અસર પડનાર છે.કોરોનાને લીધે અમેરિકામાં, ૬,૯૧,૯૯૨ મૃત્યુ નોંધાયાં છે.

જ્યારે બ્રાઝિલમાં ૫,૯૦,૭૮૬, ભારતમાં ૪,૪૫,૧૩૩, રશિયામાં ૧,૯૮,૯૯૬ અને ઇંગ્લેન્ડમાં ૧,૩૫,૨૦૩ મૃત્યુ તા. ૨૦મી સપ્ટેમ્બરના દિને, રાત્રીના ૧૧ વાગ્યા સુધીમાં નોંધાયાં છે. ઉલ્લેખનીય છે કે ચીન, અને પાકિસ્તાને આ અંગે કોઈ સહકાર આપ્યો નથી. તેઓ મૃત્યુ આંક જણાવતા જ નથી. જ્યારે અફઘાનિસ્તાનમાંથી તો, આ અંગેના આંકડા મળવા અસંભવ છે. આ પરિસ્થિતિમાં ઔષધ ઉત્પાદક કંપની ફાયઝરે સોમવાર તા. ૨૦મીએ જણાવ્યું હુતં કે ૫થી ૧૧ વર્ષ સુધીમાં બાળકો માટે તેણે કોરોનાની વેક્સિન બનાવી લીધી છે. તે માટે તે અમેરિકાના આરોગ્ય વિભાગની અનુમતિની રાહમાં છે. ઇંગ્લેન્ડે ૧૨થી ૧૫ વર્ષ સુધીમાં શાળાએ જતાં બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે.કોવિદ-૧૯ની મહામારી સામે એક થઇ ઉભા રહેવાનું. વિશ્વના દેશોને એલાન આપતાં યુનોના મહામંત્રી એન્ટોનિયો ગટ્રેસે સોમવાર તા. ૨૦-૯-૨૧ના દિને કહ્યું હતું કે ઃ 'આ મહામારીએ, આશરે ૪૦ લાખથી વધુ લોકોના દુનિયાભરમાંથી જીવ લીધા છે. તેમ છતાં તેનો સામનો કરવા માટે, વિવિધ દેશોના પ્રતિભાવો સમાન નથી. તેમના પ્રતિભાવો ઘણાં જ મંદ છે, અસમાન પણ છે.'


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution