26, જુન 2020
1683 |
દિલ્હી,
ભારતમાં કોરોના મહામારીના કેસો સતત વધતાં રેલવે દ્વારા હવે ઓગસ્ટથી સામાન્ય રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોના વાઇરસ બ્રેક વગરની ગાડી હોય અને જાણે રોકાતી ન હોય તેમ કેસો સતત વધી રહ્યાં છે. જેમાં એક જ દિવસમાં અત્યારસુધીમાં સૌથી વધુ ૧૮ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. એક તરફ કેસો વધી રહ્યાં તો બીજી તરફ જ્યાં સૌથી વધુ કેસો બહાર આવે છે. એ મહારાષ્ટમાં ૨૮ જૂનથી જીમ અને બ્યુટી પાર્લર સલૂન ખોલવાની જાહેરાતથી સંક્રમણ વધવાની શકયતા નિહાળવામાં આવી રહી છે. જા કે સિનેમા હોલ અને શાળા-કોલેજા માટે હજુ આખા દેશમાં કોઇ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત ૧ જુલાઇથી અનલોક-૨માં વધારે છૂટછાટ આપવામાં આવશે ત્યારે જા લોકો સાવધાની નહીં રાખે તો કેસો વધી શકે તેમ છે. જા કે, આ બધા હોવા છતાં, કેન્દ્ર સરકારે એ કહેવાનું ચાલુ રાખ્યું છે કે ભારતમાં કોરોનાનો ખતરનાક તબક્કે કોમ્યુનિટી( સમુદાય) ટ્રાન્સમિશન હજુ સુધી થયું નથી.
આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે, દેશમાં આજે શુક્રવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક સમાન ૧૮,૧૯૪ નવા કેસ સામે આવ્યા હતા. અને ૪૦૭ લોકોના મોત થઈ ગયા છે. કેસનો કુલ આંકડો હવે ૪.૯૧ લાખ પર પહોંચી ગયો છે. અને જે રીતે રોજ ૧૫ હજારની આસપાસ કેસો આવી રહ્યાં છે તે જાતાં આવતીકાલે કોરોનાના કેસો ૫ લાખને પાર થઇ જશે. આ સાથે જદ છેલ્લાં ૫ દિવસમાં અંદાજે ૮૦ હજાર દર્દી વધ્યા, જેમાંથી ૫૦ હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ અને તમિલનાડુમાંથી નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૯૧,૧૩૬ થઈ ગઈ છે.
જ્યારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૧૫,૩૦૧ લોકોના મોત થયા છે. જેમાંથી ૨,૮૫,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે જ્યારે ૧,૮૯,૪૬૩ એક્ટવ કેસ છે.
દેશમાં અત્યાર સુધીમાં ૭૭,૭૬,૨૨૮ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. ૨૪ કલાકમાં ૨,૧૫,૪૪૬ લોકોના ટેસ્ટ કરાયા હતા. જે સૌથી વધારે છે. મહારાષ્ટમાં ગુરુવારે ૪,૮૪૧ કેસ સામે આવ્યા હતા આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧,૪૭,૭૪૧ પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ હજારને પાર થઈ ગઈ છે.
કોરોના વાયરસના વધતા કેસના કારણે ૧૨ ઓગસ્ટ સુધી સામાન્ય રેલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સૌથી વધુ કેસ છે તે મહારાષ્ટમાં ૨૮ જૂનથી સલૂન બ્યુટી પાર્લર ખોલવામાં આવશે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખ ૯૧ હજાર ૧૭૦ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ૮૦ હજાર દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ અને તમિલનાડુમાં ૫૦૭૦૧ પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા ૭૦% વધારે છે. મહારાષ્ટમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૯૫૩૬, દિલ્હીમાં ૧૭૩૦૪ અને તમિલનાડુમાં ૧૪૧૩૧ સંક્રમિત મળી આવ્યા હતા.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ ૧૮ હજાર ૧૮૩ સંક્રમિત વધ્યા અને ૧૩ હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટમાં પણ રેકોર્ડ ૪૮૪૧ પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા ૧.૪૭ લાખથી વધારે દર્દી થયા છે. મહારાષ્ટમાં કોરોનાથી ૬૯૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ ૪.૬૯% છે. મુંબઈમાં ૧૧૭ ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના ૭૦૦% કેસ વધી ગયા છે.
મુંબઈમાં ગુરુવારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ૪૦૦૦ને પાર કરીને ૪,૦૬૨ પર પહોંચ્યો છે. શહેરમાં વાયરસના કારણે થતા મોતની ટકાવારી સૌથી ઊંચી ૫.૭૩% છે જ્યારે મહારાષ્ટની ૪.૬૯% છે. દિલ્હી પછી મુંબઈ બીજુ શહેર બન્યું છે જેણે દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૭૦,૦૦૦ને પાર કરી લીધો છે. અહીં કોરોનાના કુલ કેસનો આંકડો ૭૦,૮૭૮ થયો છે.
ભારતમાં લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા લોકો ભારત પહોંચવા લગ્યા છે. ગુરૂવારે પહેલા તબક્કામાં ૨૦૪ નાગરિકોને વાઘા બોર્ડરપરથી ભારત લાવવામા આવ્યા હતા. આ સૌ લોકોને ૧૪ દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામા આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કા માટે ૨૫૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ૪૬ લોકો આવ્યા નથી.