દિલ્લીમાં કોરોના ટેસ્ટ સસ્તો થયો

દિલ્લી,

દિલ્લીમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો ખુબ જ મોટી માત્રામાં થઇ રહ્યો છે ત્યારે દર્દીઓને કોરોના ટેસ્ટ કરવવાની ફી ઘણી વધારે લાગે છે તેથી અમુક દર્દીઓ ટેસ્ટ કરાવવામાંં આનાકાની કરતા હોય છે.આ બાબતના સમાધાન રુપે કોરોના ટેસ્ટ કિટની કિંમત ઓછી કરી ૨૪૦૦ રુપિયા નિયત કરી દેવામાં આવી છે. અગાઉ આ ટેસ્ટ કિટની કિંમત ૪૫૦૦ રુપિયા હતી.

દિલ્લીમાં ટેસ્ટની સંખ્યા વધારવાં માટે ૧૬૯ કોરોના ટેસ્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. તથા ટેસ્ટની ઝડપ વધારવા માટે હવેથી ટેસ્ટ રેપીડ એમ્ટીજન પ્રકિયા દ્વારા ટેસ્ટ કરવામાં આવશે.જેનુ પરીણામ ૪-૫ કલાકમાં આવી જશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution