અમદાવાદ-

કોરોના કાબુમાં આવ્યા બાદ, ફરીએક વખત અટેક કરી રહ્યો છે ત્યારે દરેક લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. કોરોના કાબુમાં આવતા મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક બેદરકાર જોવા મળી રહ્યા હતા. માસ્ક પણ ના પહેરતા કોરોનાને હળવાશ થી લઇ રહ્યા હતા. તો બીજી તરફ કોરોનાની એન્ટ્રીમાં ભાગ ભજવતું હોય તો તે ચુંટણી છે. જી હા ચુંટણીની રેલીઓમાં, જાહેર સભાઓમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા તો ક્યાંક માસ્ક વગર લોકો નજરે પડ્યા. આ ચુંટણી સમયગાળામાં જ કેટલાક રાજકીય નેતાઓ પણ કોરોનાસંક્રમણના ઝપેટમાં આવી ગયા હતા. અને આમ રેલીમાં અનિયંત્રિત ભીડને પગલે સંક્રમણ વધ્યું છે. અનેક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાના કારણથી જ ક્યાંકને ક્યાંક કોરોનાએ રીએન્ટ્રી લીધી છે અને પહેલા જેવી સ્તિથિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

આગામી દિવસોમાં ફરજિયાત માસ્ક  અને સામાજિક અંતર  ના નિયમનો અમલ ઝડપથી શરુ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવતા આજથી અમદાવાદ પોલીસે માસ્ક નહીં પહેરનારા લોકો સામે ડ્રાઇવ શરુ કરી છે. સુરતમાં પણ તંત્ર એલર્ટ છે અને માસ્ક નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઇ છે.ગઇકાલે એક જ દિવસમાં 400 જેટલા લોકો પાસેથી ચાર લાખ રુપિયાનો દંડ વસુલ્યો હતો. જો કે પોલીસ તંત્ર અને મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણી દરમિયાન કોઇપણ રાજકીય પાર્ટી કે કાર્યકરોને એક રુપિયાનો દંડ ફટકારાયો નથી અને કોરોનાના સંક્રમણને છુટ્ટો દોર આપી દીધો હતો.ત્યારે સવાલ એ થાય કે માસ્ક નહીં પહેરનારાઓને હવે દંડવામાં આવી રહ્યાં છે.કારણ કે હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અહીં સવાલ એ છે કે રાજકીય પાર્ટીઓના કાર્યકરો સામે શા માટે કાર્યવાહી ન કરાઇ ?