માત્ર કોરોના વેક્સીન જ મહામારીને રોકવા પૂરતી નથી: WHO પ્રમુખ
18, નવેમ્બર 2020

દિલ્હી-

ચીનના વુહાન શહેરથી નીકળેલા જીવલેણ કોરોના વાયરસે આખી દુનિયાની દિશા અને દશા બદલી નાખી છે. કોરોનાના કારણે લોકો છેલ્લા ઘણા મહિનાઓથી ઘરમાં કેદ છે. કોરોના વાયરસની શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને રોકવા માટે લોકડાઉન કર્યું હતું અને તેના કારણે દેશોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. હજુ પણ કેટલાક દેશ કોરોનાના વધતા જોખમને લઈને બીજીવારનું લોકડાઉન કરવા મજબૂર બન્યા છે.

કોરોનાના કારણે તહેવારો અને વહેવારોમાં બદલાવ આવી ગયો છે. લોકોને સામાજિક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં ઘણા બધા દેશ કોરોનાની વેક્સીન બનાવવામાં લાગી ગયા છે. તેમાં અમેરિકા, રશિયા જેવા કેટલાક દેશ કોરોનાની વેક્સીન બનાવી લીધી હોવાના દવા કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાએ પોતાની કોરોના વેક્સીન 90 ટકા સફળ હોવાનો દાવો કર્યો છે. તો રશિયાએ પોતાની કોરોના વેક્સીન 92 ટકા અને મોડર્ના એ પોતાની વેક્સીન 94 ટકા અસરકારક હોવાનો દાવા કર્યા છે. એવામાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખનું એક મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધનોમે કહ્યું છે કે, એક વેક્સીન પોતે કોરોના વાયરસ મહામારીને નહીં રોકી શકે. નોંધનીય છે કે આ જીવલેણ વાયરસ સામે આવ્યા બાદથી કોરોના મહામારી સતત વધતી જઈ રહી છે અને અત્યાર સુધી 5 કરોડ 40 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લગભગ 13 લાખ લોકોને આ વાયરસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમે કહ્યું કે, એક વેક્સીન આપણી પાસે ઉપસ્થિત અન્ય ટુલ્સના પુરકની જેમ કામ કરશે. તે તેને રિપ્લેસ નહીં કરી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના શનિવારના આંકડાઓ મુજબ, UN હેલ્થ એજન્સીને 6,60,905 કેસ રિપોર્ટ થયા છે જે પોતાની જાતમાં એક રેકોર્ડ છે. આ પહેલા શુક્રવારે 6,45,410 કેસ નોંધાયા હતા. તેણે 7 નવેમ્બરે નોંધાયેલા 6,14,013 આંકડાઓને પાછળ છોડ્યા હતા.

ટેડ્રોસ અધનોમે કહ્યું કે, શરૂઆતમાં વેક્સીનની સપ્લાઈ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હશે, કેમકે આ બાબતે શરૂઆતમાં હેલ્થ વર્કર્સ, વૃદ્ધ અને સર્વાધિક જોખમવાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આશા છે કે તેનાથી મૃત્યુદરમાં ઘટાડો થશે અને હેલ્થ સિસ્ટમને પાટા પર લાવવામાં મદદ મળશે. તેની સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, આ બધાથી પણ કોરોના વાયરસની આશંકા પૂરી રીતે ખત્મ નહીં કરી શકાય. દેખરેખ ત્યારે પણ રાખવી પડશે, તો લોકોએ ત્યારે પણ ટેસ્ટ કરાવવા પડશે અને પોઝિટિવ થવાની સ્થિતિમાં ક્વોરેન્ટાઇન થવું પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution