કોરોનાની વેક્સીન 2021 સુધી તૈયાર થઇ જવાની આશા: WHO
07, જુલાઈ 2020

જિનિવા,

દુનિયાની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે વિશ્વમાં આશરે ૧૫૦ જેટલી કોરોના વેક્સીનનું પરીક્ષણ રÌšં છે ૨૦૨૧ સુધી તે તૈયાર થઇ જવાની શકયતાઓ છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષે એક અથવા વધુ સંખ્યામાં વેક્સીન તૈયાર થઇ જશે તે અંગે અમે આશાવાદી છીએ. 

આ ઉપરાંત સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે તમામ દેશોને વેક્સીન મળી રહે તે હેતુથી ડબલ્યુએચઓએ યોગ્ય માળખાકીય રચના અંગે ચર્ચા શરુ કરી દીધી છે. બીજી તરફ બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિર્વસિટી દ્વારા વિકસિત એક વેક્સીનનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. તેનું ટેસ્ટીંગ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાની હોÂસ્પટલોમાં કરવામાં આવી રહ્યું છે.

ડબલ્યુએચઓએ કોરોના વાયરસ સામેના જંગમાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે ભારતને હવે કોરોના વાયરસ સાથે જાડાયેલા ડેટા મેનેજમેન્ટ પર પણ ફોકસ કરવું જાઈએ. ડબલ્યુએચઓનું માનવું છે કે ભારતની સૌથી મોટી સમસ્યા વસ્તી અને ભૌગોલિક વિવિધતા છે. તેથી ડેટા એકઠા કરવા વધારે જરૂરી બની જાય છે.

ડબલ્યુએચઓએ ભારત સરકારના મજબૂત રાજકિય નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારતે કોરોના વાયરસના રોગચાળામાં ટેÂસ્ટંગથી લઈને તેને મોટા સ્તર સુધી લઈ જવા સુધી સારી ભૂમિકા ભજવી છે. સાથે જ ભારતે કોરોના વાયરસના ચેપ સાથે તબક્કાવાર લોકડાઉન લગાવ્યું અને પછી તેવી જ રીતે તેને અનલોક કર્યું છે. પરંતુ હવે અમે નવા તબક્કામાં પહોંચ્યા છીએ તેથી ભારતે અને તેના જેવા અન્ય દેશોએ એક લાંબી રણનીતિ અંગે વિચારવું જાઈએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution