/
ભારતમાં માથુ ઉચકતો કોરોના, છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ કેસ, 560 લોકોના મોત

દિલ્હી-

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ભલે ઓછી થઈ હોય પરંતુ સંભવિત ત્રીજી લહેરના ખતરાએ તમામ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. દક્ષિણ ભારતમાં વધી રહેલા કોરોનાના ગ્રાફ પરથી એવો સંકેત મળે છે કે દેશમાં બહુ ઝડપથી કોરોનાની ત્રીજી લહેર જાેવા મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮,૦૭૯ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૫૬૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૧૦,૬૪,૯૦૮ થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલ કોરોનાના ૪,૨૫૪,૦૨૫ એક્ટિવ કેસ છે. જ્યારે ૩,૦૨,૨૭,૭૯૨ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જે સાથે દેશમાં રિકવરી રેટમાં પણ સુધાર જાેવા મળ્યો છે અને રિકવરી રેટ ૯૭.૩૧ ટકા જેટલો થયો છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધી કુલ ૪,૧૩,૦૯૧ લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યારસુધી ૩૯,૯૬,૯૫,૮૭૯ લોકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨,૧૨,૫૫૭ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.જાેકે લેટેસ્ટ ડેટા મુજબ મૃત્યદર જાેઈએ તો તે ૧.૩૩ ટકા જેટલો વધ્યો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસ લોડ પણ ઘટ્યો છે. હાલ દેશમાં ૪.૨૪ લાખ એક્ટિવ કેસ સાથે કુલ સંક્રમણના ૧.૩૬ ટકા એક્ટિવ કેસ છે. સરકારી ડેટા દર્શાવે છે કે છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૬,૩૯૭નો ઘટાડો આવ્યો છે.

દેશમાં શુક્રવારના દિવસે કુલ ૧૯,૯૮,૭૧૫ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે સાથે અત્યાર સુધી કુલ ટેસ્ટનો આંકડો ૪૪,૨૦,૨૧,૯૫૪ થઈ ગયો છે. આ દરમિયાન દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૯૧ જેટલો નોંધાયો હતો. જે છેલ્લા ૨૬ દિવસથી સતત ૩ ટકા નીચે છે. તેમજ વિકલી પોઝિટિવિટી રેટ ૨.૧૦ ટકા જેટલો નોંધાયો હતો.રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા મહારસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૯.૯૬ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જ્યારે બીજી લહેર દરમિયાન ભારતે ૪ મેના રોજ ટોટલ કોરોના કેસમાં ૨ કરોડનો આંક પાર કર્યો હતો. જે બાદ ૨૩ જૂનના રોજ ૩ કરોડનો આંક પાર કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution