/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દુનિયાના ૩૦ દેશમાં ફેલાયો કોરોનાનો નવો લૈમડા વેરિએન્ટ, ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાક

દિલ્હી-

કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટનો ખતરો વિશ્વભરમાં વધતો જઇ રહ્યો છે. ડેલ્ટા વેરિએન્ટના વધતા ખતરા વચ્ચે કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ લૈમડા વેરિએન્ટ સામે આવ્યા છે. યુકેના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે લૈમડા નામનો એક નવો કોરોના વાયરસ સ્ટ્રેન, ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઘણો વધુ ખતરનાક છે. ગત ચાર અઠવાડિયામાં ૩૦થી વધુ દેશમાં તેની ખબર પડી છે.

પેરૂમાં મળેલો કોરોનાવાયરસનો વેરિયન્ટ વિશ્વના અલગ-અલગ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. રિપોટ્‌ર્સ અનુસાર આ બ્રિટન સહિત કેટલાક દેશને પોતાની ઝપટમાં લઇ ચુક્યો છે. યુકેમાં અત્યાર સુધી ન્ટ્ઠદ્બહ્વઙ્ઘટ્ઠ સ્ટ્રેનના છ કેસ મળ્યા છે. રિપોટ્‌ર્સ અનુસાર, શોધકર્તા આ વાતને લઇને ચિતિંત પણ છે કે લૈમડા વેરિએન્ટ, ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં વધુ સંક્રામક થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે લૈમડા વેરિએન્ટનો પ્રથમ કેસ પેરૂમાં દર્જ કરવામાં આવ્યો હતો. આ વેરિએન્ટને સી.૩૭ સ્ટ્રેનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. યૂરો ન્યૂઝે પૈન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇજેશન (પીએએચઓ)ના હવાલાથી જણાવ્યુ કે પેરૂમાં મે અને જૂન દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલા કોરોના વાયરસ કેસના નમૂનામાં લગભગ ૮૨ ટકા ભાગ છે. પેરૂમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

ડેલ્ટા વેરિએન્ટે હજુ પણ ભારત સહિત વિશ્વના કેટલાક દેશમાં ડર ફેલાવી રાખ્યો છે. ચિંતાની વાત એ છે કે વેક્સીનના તેની પર અસરને લઇને અલગ-અલગ રીતના રિપોટ્‌ર્સ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે ફાઇજર વેક્સીનની અસર ઇઝરાયલમાં ઘટીને ૬૪% થઇ ગઇ છે. આ ઘટાડો ઇઝરાયલમાં ડેલ્ટા વેરિએન્ટના પ્રસાર સાતે સામે આવી છે. સમાચાર એજન્સી શિન્હુઆએ મંત્રાલયના હવાલાથી કહ્યુ કે નવો આંકડો ૬ જૂનથી ૩ જુલાઇ વચ્ચેનો છે. ૨ મેથી ૫ જૂન વચ્ચે આ વેક્સીનની અસર ૯૪.૩% જાેવા મળી હતી. આ વચ્ચે આવવાથી ચિંતા વધી ગઇ છે. ખાસ એટલા માટે કારણ કે આ કોરોના વેરિએન્ટમાં અસામાન્ય રીતેનું મ્યુટેશન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution