અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશન ની સ્કૂલોમાં હવે ધીરે ધીરે એડમિશન વધી રહ્યા છે. નવા સત્રમાં 36 હજાર જેટલા એડમિશન આપવામાં આવ્યા છે. જેને લઈને હવે કોર્પોરેશનની નવી 7 સ્કૂલો ખોલવામાં આવશે. જેમાં અંગ્રેજી સ્કૂલો હિન્દી સ્કૂલો અને ગુજરાતી સ્કૂલો સામેલ છે. હાલમાં કોર્પોરેશન ની 466 જેટલી સ્કૂલો કાર્યરત છે. જેમાં વધુ 7 સ્કૂલોનો સમાવેશ થવા જય રહ્યો છે. આ નવી 7 સ્કૂલો ખોલવાથી વાલીઓને ખૂબ જ મોટી રાહત મળશે. ધીરે ધીરે હવે વાલુઈઓ પણ કોર્પોરેશન ની સ્કૂલોમાં વિશ્વાસ કરવા લાગ્યા છે, તમામ નવી સ્કૂલો અધ્યતન ટેકનોલોજી થી સજ્જ છે.

અમદાવાદ કોર્પોરેશન ની 466 જેટલી સ્કૂલો અમદાવાદ માં કાર્યરત છે અને આ સ્કૂલોમાં અત્યારે નવા એડમિશન માટે ની પણ પ્રક્રિયા ખૂબ જ તેજ ચાલી રહી છે . ત્યારે કોર્પોરેશ ની નવી 7 સ્કૂલો ને મંજૂરી આપવામાં આવી છે .આ સ્કૂલોમાં વસ્ત્રાલ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમ, વસ્ત્રાલ પબ્લિક શાળા અંગ્રેજી માધ્યમ, જમાલપુર પબ્લિક શાળા અંગ્રેજી માધ્યમ, થલતેજ , શીલજ, વટવા પબ્લિક શાળા અંગ્રેજી માધ્યમ ની શરૂ કરવામાં આવશે, તો હિન્દી ની પણ શાહવાડી, લીલાનગર , વટવા અને વ્સ્ત્રાલ માં હિન્દી શાળાઓ શરૂ થઈ રહી છે. જેનો સીધો લાભ વાલીઓ અને વિદ્યાર્થીઓને મળશે

આ વિષે વાત કરતાં કોર્પોરેશનના શાસનાધિકારી લબધિર ભાઈ દેસાઇ એ જણાવ્યુ હતું કે. કોર્પોરેશન ની સ્કૂલો માં ધોરણ 1 થી 8 સુધી છે. અમે કોર્પોરેશન ની સ્કૂલોને અધ્યતન બનાવી છે ટેકનૉલોજિ સાથે કદમ મિલાવીને ચાલી રહ્યા છે. વાલીઓ હવે આ સ્કૂલોને જોઈ ને અહી પોતાના બાળકોનું એડમિશન લઈ રહ્યા છે . કહાંગી સ્કૂલોમાં ફીનું ધોરણ વધારે હોય છે અને કોર્પોરેશન ની શાળા માં મફત શિક્ષણ મળે છે જેને લઈને હેવ વાલીઓ પણ અહી પોતાના બાળકોનું એડમિશન લઈ રહ્યા છે.