અમદાવાદ-

મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં બીજું કંન્ટેનર ખોલતા હેરોઈનનો જથ્થો વધીને 2988.22 કિલોની પાર થઈ ગયો છે. અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કંન્ટેનર અટકાવી ગાંધીધામ ડીઆરઆઈએ તપાસ આદરી હતી જેમાં બીજુ કંન્ટેનર ખોલતાની સાથે જ ધડાકો થયો છે. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 9 હજાર કરોડથી પણ વધુ હોવાનો ડીઆરઆઈએ દાવો કર્યો છે. હાલતો આ ડ્રગ્સનો જથ્થો કંડલા કસ્ટમના સ્ટ્રોંગરૂમમાં જમાં કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે. જો કે જથ્થો વિજયવાળાથી દિલ્હી લઈ જવામાં આવતો હતો તેવી ડીઆરઆઈ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં હેરોઈનનો જથ્થો ઈરાનના અબ્બાસ પોર્ટ પરથી લોડ કરવામાં આવ્યો હતો. અને જપ્ત કરેલો જથ્થો અફઘાનિસ્તાનનો હોવાનું સામે આવ્યું હતુ, બીજી બાજુ ડ્રગ્સ કાંડમાં ગાંધીધામ ડીઆરઆઈ, માંડવી ઉપરાંત અમદાવાદ, ચૈન્નાઈ અને દિલ્હીમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા હેરોઈનની કિંમત અંદાજીત 9 હજાર કરોડ માનવામાં આવી રહી છે.આ હેરોઈનને અફઘાનિસ્તાનથી ઈમ્પોટ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે જે દરમિયાન સુરક્ષા એજન્સીઓએ પોર્ટ પરથી આ હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ હેરોઈન ટેલકમ પાઉડર રૂપે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પકડાયેલા આ હેરોઈનનો કંન્સાઈમેન્ટ અત્યાર સુધીમાં સૌથી મોટો કંસાઈન્મેન્ટ મનાઈ રહ્યો છે. કન્ટેઈનરને આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ ફર્મ દ્વારા અફઘાનિસ્તાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવ્યું હતું જો કે ટ્રેડિંગ ફર્મ દ્વારા આ હેરોઈનને ટેલકમ પાવડર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ હેરોઈન અફઘાનિસ્તાનમાં હસન હુસેન લિમિટેડ ફર્મ દ્વારા મોકલવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે.ડીઆરઆઈ અને કસ્ટમ ને જ્યારે કંસાઈનમેન્ટ રોકી તપાસ કરી તો ટેલકમ પાઉડરની આડમાં કરોડોનું હેરોઈન મળી આવ્યું હતું, મહત્વનું છે કે ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું આ પહેલા જુલાઈમાં પણ દિલ્હીમાંથી હજારો કરોડો રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું જે બાદ પોલીસ વિભાગે કાર્યવાહી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું હતું છેલ્લા બે વર્ષથી સિરક્રીક વિસ્તારમાંથી નશીલા પદાર્થોના પેકેટ્સ મળ્યા છે BSFનાં જવાનો એ હસ્તગત કરેલા આ નશીલા પદાર્થ ના પેકેટ્સ પાકિસ્તાનથી આવતા હોવાની પુષ્ટિ પણ કરી છે. કેટલાક પાકિસ્તાની માછીમારો દરિયામાં માછીમારીની આડમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ માર્ગેથી નશા જાળ બિછાવી રહ્યા છે. 2018-2019 દરમિયાન આંતર રાષ્ટ્રીય બજારમાં કરોડોની કિમતના કહેવાતા ચરસના પેકેટ્સ હાથ લાગ્યા હતા.