લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
2673
ક્રાઈમ બ્રાંચની ટીમ બાતમીના આધારે અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે તેની તપાસ માટે ગઇ હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ યુવક નહી ઉભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. યુવકની કાર અને ક્રાઈમ બ્રાંચની કાર એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ યુવક કારમાંથી ઉતર્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરવા લાગ્યો હતો. યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને ઁજીૈં પર હુમલો કર્યો હતો. ઁજીૈંને ઈજા થતાની સાથે જ અન્ય ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની કારમાંથી ૨૫ લાખથી વધુનું ડ્રગ્સ મળ્યું ક્રાઈમ બ્રાંચે યુવકની ધરપકડ કરી છે અને તેની કારની તપાસ કરી હતી. જેમાંથી ૨૫ લાખથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.