21, જુન 2025
વડોદરા |
1782 |
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરોનો વસવાટ
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને આસપાસના તળાવોમાં અનેક મગરો વસવાટ કરે છે. ચોમાસાની ઋતુમાં અનેક વખત મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજાએ જમાવટ કરવાની શરૃઆત કરી છે.ત્યારે મગરો પણ બહાન નિકળવાની શરૃઆત થઈ ગઈ છે. ગત મધરાત્રે ગાજરાવાડી સુએજ પંમ્પીંગ સ્ટેશન પાસે એક પાંચ ફૂટનો મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી જતાં આ અંગેને જાણ સ્થાનિક રહીશે વાઈલ્ડ લાઈફ રેક્યુ સંસ્થાને કરતાં વન વિભાગના કર્મચારીઓની સાથે સંસ્થાના કાર્યકરો પહોંચી ગયા હતા. અને ઝૂંપડામાં આવી ગયેલા પાંચ ફૂટના મગરને ભારે જહેમતે રેસ્કયુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તેમજ આસપાસના નદી, નાળા, તળાવોમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે નદી,નાળા, તળાવોમાં પાણી વધે ત્યારે સુરક્ષીત જગ્યા શોધવા માટે સ્થળાંતર કરતા હોય છે.