30, ઓક્ટોબર 2024
નસવાડી |
396 |
નસવાડી તાલુકામાથી પસાર થતી અલવા માઇનોર કેનાલ-૨ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી પરંતુ આજ દિન સુધી સિંચાઇનું પાણી જ ખેડૂતોના ખેતરો સુઘી ના પહોચતાં કેનાલ શોભાના ગાઠિયા સમાન બની રહી છે.સરકારનાં કરોડો રૂપિયા વ્યર્થ ગયો છે. ખેડૂતોનો ઊભો પાક સુકાઈ જવાનો ભય સેવાઈ રહ્યો છે.
નસવાડી તાલુકાનાં આમરોલી ગામ નજીક થી પસાર થતી બ્રાન્ચ કેનાલમાંથી ઝરખલી ગામ થી અલવા ગામ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે અલવા માઇનોર કેનાલ-૨ બનાવામાં આવી હતી પરંતુ નર્મદા નિગમ અધિકારીઓ પાણી ખેતરો સુધી પોહચાડવાનું જ ભૂલી ગયા છે જેના કારણે રોઝીયા વડદલીજેમલગઢ ઇન્દરમાં આલિયાઘોડા કંકુવાસણ સહિત ગામોનાં લોકો સિંચાઇના પાણી થી વંચિત રહ્યા છે આ ગામના ખેડૂતોએ પોતાની જમીન કેનાલ બનાવવા માટે આપી હતી પરંતુ આજે તેજ કેનાલ શોભાના ગાઠિયા સમાન પડી રહેતા અને સિંચાઇનુ પાણી નાં મળતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે જયારે કેનાલમાં ઝાડી જાખરા પણ ઉગી નીકળ્યા છે અને કેનાલમાં ટીરાડો પણ પડી ગઈ છે જયારે ઉપયોગ કર્યાં વગર જ કેનાલ ખંડેર બની છે જયારે હાલ કપાસનો પાક તૈયાર થવાનાં આરે છે અને સિંચાઈનાં પાણીની હાલ સખત જરૂરિયાત છે અને ખેડુતોનાં ખેતરોની બાજુમાં જ કેનાલ છે પરંતુ કેનાલમાં જ પાણી નાં આવતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વાળો આવ્યો છે નર્મદા નિગમના અધિકારીઓને આ ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા અને ખેતરો સુધી પોહચાડવા માટે અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ અધિકારીઓ ખેડૂતોની કઈ પડી નથી સરકાર સિંચાઇ માટેની મોટી મોટી જાહેરાતો અને વાતો કરે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે પરંતુ ગામડાઓની સ્થિતિ કઈ અલગ છે અધિકારીઓની નિષ્કાજીના કારણે ખેડૂતોનો ઉભો મોલ સુકાઈ જશે જયારે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે પીવીસીની પાઇપ લાઈનો પણ ખેતરે ખેતરે નાખવામાં આવી પરંતુ તે પાઇપ લાઈનોમાં પણ આજ દિન સુધી પાણી પોહચયું જ નથી ફક્ત કાગળો જ વહીવટ ચાલી રહ્યો છે અને નેતાઓ મોઢે અને આંખે પટ્ટી બાંધી બેઠા છે જેને લઇ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાઇપ લાઈન અને કેનાલોની કામગીરીની તપાસ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને વહેલી તકે ખેતરો સુધી સિંચાઇનું પાણી મળતું થાય તેવી ખેડૂતોની આશા છે.