લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
1584
વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનએ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ‘અલ નીનો’ નો એક અત્યંત ખતરનાક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન એજન્સીઓના મતે આ વખતે આવી રહેલો અલ નીનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હોઈ શકે છે, જેને નિષ્ણાતો ‘સુપર અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે. આ અસાધારણ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ ૨૦૨૬ ના બાકીના મહિનાઓમાં વિશ્વભરમાં ભારે ઉથલપાથલ જાેવા મળશે અને ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ અને અસહ્ય ગરમીનો ખતરો વધી ગયો છે.અલ નીનો એ સમુદ્રની સપાટી પર થતી એક કુદરતી હલચલ છે, જેમાં પ્રશાંત મહાસાગર નું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. તેના કારણે વૈશ્વિક પવનો નબળા પડે છે અને આખી દુનિયાની મોસમી સિસ્ટમ બગડી જાય છે. જાે પ્રશાંત મહાસાગરના આ ચોક્કસ વિસ્તારનું તાપમાન લાંબા સમય સુધી સામાન્ય કરતાં ૨ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વધી જાય, તો તેને ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે. સેટેલાઇટ અને દરિયાઈ ઉપકરણોના ડેટા દર્શાવે છે કે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર પૂર્વ તરફ આગળ વધી રહી છે, જે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં આશરે ૦.૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિને કારણે વર્ષ ૨૦૨૭ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તે અવરોધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે.ભારત ઉપરાંત આળિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઈ જશે.