કેબિનેટ બેઠકમાં ર્નિણય: વંદેમાતરમ્ ગીતને ‘જન ગણ મન’ જેવો દરજ્જાે મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026  |   4554

કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન દરજ્જાે આપવાનો ર્નિણય કર્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. બેઠકમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના ર્નિણય અનુસાર, બંકિમચંદ્ર ચેટર્જી રચિત વંદે માતરમ પર હવે તે જ નિયમો અને પ્રતિબંધો લાગુ પડશે, જે હાલમાં રાષ્ટ્રગાન પર લાગુ છે. એટલે કે, તેના અપમાન કે ગીતમાં અવરોધ ઊભો કરવાની સ્થિતિમાં સજા થશે. હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંનેની જાેગવાઈ છે. હવે વંદે માતરમ પણ તેમાં સામેલ કરાશે. સરકાર વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવાના અવસરે બદલાવ કરી રહી છે. આ માટે કાયદાની કલમ ૩ માં સુધારો કરવામાં આવશે. આ કલમ અનુસાર, જાે કોઈ વ્યક્તિ જાણી જાેઈને રાષ્ટ્રગાન ગાવામાં અવરોધ ઉભો કરે અથવા તેને રોકે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. ફરીથી ગુનો કરવા પર ઓછામાં ઓછી એક વર્ષની સજાની જાેગવાઈ છે. સુધારા પછી આ જ નિયમો વંદે માતરમ પર પણ લાગુ પડશે. સરકારે ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે સત્તાવાર પ્રોટોકોલ માટે ગાઈડલાઈન બહાર પાડી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution