લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2079
શહેરના નિકોલ વિસ્તારમાં એક ગેસ ડિલિવરી કરવાવાળા યુવક સાથે મોડી રાત્રે વિચિત્ર રીતે ઠગાઈ અને ચોરીનો મામલો સામે આવ્યો છે. મદદ માંગવાના બહાને એક અજાણ્યો શખ્સ યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી દીધો અને નીચે પાર્ક કરેલી રિક્ષામાંથી ૮,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના ૯ ડોમેસ્ટિક ન્ઁય્ ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઓઢવના રહેવાસી ૨૩ વર્ષીય ભરત પરમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કઠવાડા નજીક આવેલી એક ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો ભરત ૧૮ મેની રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે કૃષ્ણનગરના સીતારામ ચોક પાસે પોતાની લોડિંગ રિક્ષાનું પંચર કરાવી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે, તેને રસોઈ બનાવવા માટે તાત્કાલિક ગેસ સિલિન્ડરની જરૂર છે અને તે બીજા દિવસે સિલિન્ડર પરત કરી દેશે. ભરતે વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો અને તેને પોતાની રિક્ષામાં બેસાડી દીધો.બંને રાત્રે બાર વાગ્યાની આસપાસ નિકોલના અટલ એપાર્ટમેન્ટ પહોંચ્યા અને બ્લોક નંબર ૧૩ નીચે રિક્ષા પાર્ક કરી. અજાણ્યા શખ્સે ભરતને કહ્યું કે, તેનો ફ્લેટ સાતમા માળે છે અને તે લોક છે, તેથી તે નીચેથી ચાવી લઈને આવે છે ત્યાં સુધી તેઓ સાતમા માળે જઈને ઊભો રહે. ભરત સાતમા માળે ગયો અને આશરે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચાવીની રાહ જાેઈ. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તેઓ નીચે પરત ફર્યો. નીચે આવીને જાેયું તો રિક્ષામાંથી ભારત ગેસના ૯ સિલિન્ડર ગાયબ હતા અને પેલો અજાણ્યો માણસ પણ ત્યાં નહોતો.ભરતને સમજતા વાર ન લાગી કે, તે ઠગાઈનો ભોગ બન્યો છે. ચોરાયેલા ૯ સિલિન્ડરમાંથી પ્રત્યેકની કિંમત ૯૨૦ રૂપિયા હતી, જે મુજબ કુલ ૮,૨૮૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ભરતે સિલિન્ડરના અસલી બિલ સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.