/
છોટાઉદેપુર વોટરવર્કસ પાસે થતું રેતી ખનન અટકાવવા નગરજનોની માંગણી

છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરમાં ૨ વોટરવર્કસ આવેલા છે. જેમાં એક વોટરવર્કસ વારીગૃહ હનુમાન મંદિર પાસે, અને બીજું ફતેપુરા વિસ્તારમાં આવેલુ છે. જ્યાં ઓરસંગનદીમાં વોટરવર્કસના કૂવા આવેલા છે. જેમાં ફતેપુરા વોટરવર્કસ પાસે ઓરસંગ નદીમાં કુવા ની આસપાસ માધ્ય રાત્રે ગેરકાયદેસર રેતી ખનન થાય છે. આ ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા નગરની પ્રજા માગ કરી રહી છે. છોટાઉદેપુર નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત બંને વોટરવર્કસ દ્વારા નગરની ૩૫ હજાર જેટલી વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં ફતેપુરા ખાતે આવેલ વોટરવર્કસની આસપાસના વિસ્તારમાં મધ્યરાત્રીના મોટા પ્રમાણમાં ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે. જિલ્લા નું વહીવટી તંત્ર આ અંગે આંખ આડા કાન કરતું જાેવા મળે છે. આ રેતી ખનન અટકાવવા કોઈપણ કડક પગલાં લેવામાં આવ્યા નથી જે ના કારણે દર વર્ષે પાણીના સ્તરમાં ઘટાડો જાેવા મળે છે. ઓરસંગ નદીમાં આવેલા વોટર વર્કસ ના કુવા નજીક થતા રેતીના ખોદકામને લીધે નદીમાં રેતી ઓછી થઈ જવાના કારણે પાણીના સ્તર અત્યારથી ઊંડા ઉતરી ગયા છે. આ સમસ્યા દર વર્ષે સર્જાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે પાણી વગર પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution