17, ઓક્ટોબર 2020
594 |
શહેરા, શહેરામાં શ્રમિકોને નરેગા યોજના હેઠળ કામ આપવા માંગણી કરાઇ હતી. ગુરુવારના રોજ આનંદી સંસ્થા અને પાનમ મહિલા સંગઠનના સંયુક્ત ઉપક્રમે બસ મથકેથી રેલી કાઢવામાં આવી હતી જેમાં સંપૂર્ણપણે સોસીયલ ડિસ્ટનસિંગ ની સજાગતા જોવા મળી હતી અને તાલુકા વિકાસ અધિકારી ઓઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેઓની માંગણી હતી કે ૮૦% જેટલું ખેતીનું કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે તો તેમને મહિલા ખેડૂતનો દરજ્જો મળવો જોઈએ,કેટલીક મહિલાઓ જમીન માલીક છે તેની કોઈ માહિતી રેવન્યુ વિભાગ પાસે નથી.
મહિલાઓના નામે જમીન થાયને ત્યારબાદ મહિલાઓને જટિલ મહેસુલ બાબતો માટે માર્ગદર્શન આપતું કેન્દ્ર સરકાર દ્વારા ખોલવામાં આવે ,ખાતા ફોડ માટે સરકાર સામેથી પ્રોએક્ટિવલી પગલાં ભરે તો મહિલાઓની સુરક્ષા અને હક્ક સચવાઈ શકે,મરણ નોંધનું મહત્વ સમજાય તે માટે નો પ્રચાર પ્રસાર થાય જે મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે. જે વિધવા અથવા તો એકલ જીવન જીવે છે તેવી મહિલાઓને ગ્રામપંચાયત પાસે પડતર જમીન આવેલી છે તે આપવામાં આવે તો આજીવિકામાં સુધારો થઈ શકે એમ છે તદુપરાંત પાનમ મહિલા સંગઠન દ્વારા ૨૫ ગામોમાં ૭૭૦ ખેડૂતોના ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળના સર્વે મુજબ મુખ્ય પાક માં નુકશાન થયું છે તેનું વળતર મળવું જાેઇએ.