લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
વડોદરા |
4158
વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ કોમર્શિયલ દર્શન કોમ્પલેક્ષની અનેક ઓફિસો ધરાવનાર અને દુકાનદારોની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે પછી જાણ કર્યા વગર જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને સ્માર્ટ મીટરનું ફીટીંગ કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો છે. તમામે એક અવાજે જુના કોમ્પ્યુટરાઈઝડ મીટર પુન: લગાવી આપવાની માંગ કરી છે. દર્શનમ ટ્રેડ સેન્ટર-૧ના દુકાનદાર અને ઓફિસ ધારકોએ અલકાપુરી સબ ડિવિઝનના અધિકારીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યુ છે કે,સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીક દર્શનમ કોમ્પલેક્ષ આવેલું છે આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો અને ઓફિસો પણ આવેલી છે. આ તમામ ઓફિસો અને દુકાનોમાં જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર અગાઉ પરંતુ વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર કે દુકાનદારો અને ઓફિસવાળાઓની મંજૂરી વિના ૨૫ જેટલા કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને નવા સ્માર્ટ મીટર ફિટ દીધા હતા. અમોએ કોમ્પ્યુટરાઈઝ્ડ જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર ફીટ કરવા બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોની અગાઉથી મંજૂરી લીધેલી જ હતી. જાેકે આ બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોનું કહેવું હતું કે અમોએ આવી કોઈ મંજૂરી આપી નથી. અમોને અમારા જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર પુન: ફીટ કરી આપો આપવા માંગ કરી હતી. જાેકે બીજી બાજુ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નહીં હોવાનનું પણ અગાઉ આર.ટી.આઈ અરજમાં બહાર આવ્યું હતું. આમ છતાં પણ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર અંગે એડવાન્સમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વિના બારોબાર ફીટ કરી દેવા હતા સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના દર્શનમ કોમ્પ્લેક્સમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.