વાવાઝોડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદે હવાઈ દુર્ઘટનાનો ભોગ બનતાં રહી ગયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   4851

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે બપોરે એક મોટી હવાઈ દુર્ઘટનાનો ભોગ બનતા રહી ગયા. આ ઘટના બપોરે જ્યારે નાયબ મુખ્યમંત્રી શિંદે મુંબઈથી મુરબાડ જઈ રહ્યા હતા ત્યારે બની હતી. તેમનું હેલિકોપ્ટર બપોરે ૩:૩૦ વાગ્યે મહાલક્ષ્મી રેસકોર્સથી મુરબાડ માટે રવાના થયું હતું. તેઓ એક પાર્ટીના અધિકારીના પરિવારમાં લગ્ન સમારોહમાં હાજરી આપવાના હતા. જાેકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, જ્યારે હેલિકોપ્ટર ઐરોલી પહોંચ્યું, ત્યારે આકાશમાં અચાનક તોફાનના સંકેતો દેખાયા. હેલિકોપ્ટર ઐરોલી નજીક પહોંચતા જ પાયલટે તરત જ તોફાન નજીક આવી રહ્યું હોવાનો અહેસાસ કર્યો. પાયલટે તરત જ પોતાની સતર્કતા દર્શાવી. તેણે નાયબ મુખ્યમંત્રી શિંદેને સંભવિત ભય વિશે જાણ કરી અને આગળ વધવાને બદલે પાછા ફરવાની સલાહ આપી. પાયલટે તરત જ રસ્તો બદલીને હેલિકોપ્ટરને સુરક્ષિત દિશામાં લઈ ગયો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution