નડિયાદ, તા.૮ 

ખેડા જીલાના કપડવંજ કઠલાલ પંથક ની અપ્રુજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સને વર્ષ-૨૦૧૭-૧૮માં નવાં ચૂંટાયેલાં કુલ ૧૧ સભ્યોની વ્યવસ્થાપક કમિટી બનાવવામાં આવી છે. ત્યારબાદ શરૂઆતમાં ચેરમેન તરીકેની વરણી ૧ વર્ષ માટે કરવી અને દર વર્ષે નવાં ચેરમેનની વરણી કરવામાં આવશે. આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સને વર્ષ ૨૦૧૭-૧૮માં ચેરમેન તરીકે ભઈજીભઇ ધુળાભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી, ત્યારબાદના સને વર્ષ ૨૦૧૮-૧૯માં બાબુજી કાનાજી સોલંકી અને ત્યારબાદ સને વર્ષ ૨૦૧૯-૨૦ માં વિનુજી અંદરજી સોલંકીની ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ. પ્રથમ ચેરમેન વખતે અપ્રૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ૐહ્લ ગાયોની લોન કરવામાં આવી હતી. લોન ૪૨ (બેતાળીસ) માહિનામાં ભરપાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક ગાયની ૬૦,૦૦૦ રૂપિયા લોન આપવામાં આવેલ અને એક મહિનાનો રૂપિયા ૧૩૦૦નો હપ્તો કરવામાં આવેલ છે, તેવું કમિટી સભ્યો દ્વારા જણાવવામાં આવેલ હતું.

ચૂંટાયેલાં સભ્યો અને ચેરમેનની મિલીભગતથી દરેક ગાયના લોન ગ્રાહકો પાસેથી દર દસ દિવસે દૂધ પગારમાંથી ૧૦૦૦ કાપી લેવામાં આવતા હતા, એટલે કે માસિક ૩૦૦૦ કાપી લેવામાં આવતા હતા. તે વધારાના રૂપિયાનો સેક્રેટરી, ચેરમેન અને કમિટી સભ્યો દ્વારા સભાસદોને કોઈ હિસાબ કિતાબ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ એક એક લિટર દૂધ લઈ જવાની પરંપરા હાલમાં ચૂંટાઈ આવેલ કમિટીએ નક્કી કરેલ. દૂધ મંડળીની આ વ્યવસ્થાપક કમિટી કોઈ પણ પ્રકારનો ઠરાવ કર્યા વગર વિના મૂલ્યે સવાર-સાંજ એક એક લિટર દૂધ લઈ જતાં હતા.

 કર્મચારીઓ બે બે લિટર દૂધ વિનામૂલ્યે લઈ જતાં હતા. તેમજ અપ્રૂજી દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીની રહેમ નજર હેઠળ કર્મચારીઓ અને કમિટી સભ્યોએ પોતાના અને પોતાના કુટુંબના સભ્યોના નામે ખોટી રીતે દૂધ ભરપાઈ બતાવી-કમ્પ્યુટરમાં પોતાના દૂધ અંગેની બનાવટી માહિતી નાખી ખોટી રીતે લાખો રૂપિયાનો પગાર લઈ લીધો હતો. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના વર્ષમાં મંડળીમાં ખૂબ જ ઓછો નફો થયો હતો. વાર્ષિક ભાવફેર સારો આવવા છતાં ખૂબ જ ઓછંુ બોનસ ગ્રાહકોને આપવામાં આવેલ છે.ત્યારબાદ ૩૧ મે,૨૦૨૦ના રોજ અપ્રૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા અમૂલ ડેરીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારને ભ્રષ્ટાચાર બાબતે તપાસ થવી જાેઈએ તે અંગે અરજી આપી હતી. તા.૨૭ જૂનના રોજ અમૂલ ડેરી આણંદ તરફથી મામ અરજદારોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ અધિકારી કમલેશભાઈ પટેલ , ચૌહાણ સાહેબ અને મિતેશભાઈ પટેલની રૂબરૂમાં અમે પુરાવા રજૂ કરેલા હતા. જેમાં અરજદારોએ ડેરીના હંગામી કર્મચારી શૈલેશભાઈ બકાજી સોલંકી વિનામૂલ્યે દૂધ લઈ જતાં રંગે હાથે પકડાઈ ગયા હતા તે અંગેનું ડેરીના સેક્રેટરીનું લેટર પેડ પરનું કબૂલાતનામું, પશુ ગણતરી અંગેનો રિપોર્ટ, ચૂંટાયેલાં સભ્યો અને કર્મચારીઓનો દૂધની પાસબૂકો રજૂ કરેલ હતી. આ તમામ પુરાવાઓ ધ્યાને લઈ તપાસ અધિકારીઓએ ડેરીના સેક્રેટરી, દૂધ ભરનાર કર્મચારી, ફેટ કાઢનાર કર્મચારીની રૂબરૂ પૂછપરછ કરી હતી, જેમાં દૂધ ભરનાર કર્મચારી, ફેટ કાઢનાર કર્મચારીએ અરજદારો અને તપાસ અધિકારીની રૂબરૂમાં પોતે દૂધ મંડળીમાં પોતાના ઘરના સભ્યોના નામે ખોટી રીતે દૂધ ભરતા હોવાનું કબૂલ રાખેલું હતું. તેમજ ક્યા ક્યા ગ્રાહક નંબર પર ખોટી રીતે દૂધ ભર્યું છે તે અંગેનું લેખિત કબૂલાતનામું તપાસ અધિકારીઓને લખી આપેલ હતું. પોતાના રાજીનામાં પણ તપાસ અધિકારીઓને લખી આપેલ હતા. ચૂંટાયેલા કમિટી સભ્ય ફતાજી વિહાજી સોલંકી પોતાના પરિવારના સભ્યોના નામે ખોટી રીતે દૂધ ભરતા હતા. તેઓના અંગેનો ભ્રષ્ટાચાર અંગેનો ર્નિણય કમિટીએ કરવો તેવું તપાસ અધિકારીએ અપ્રૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનને જણાવેલ હતું. તેમજ કર્મચારીઓ દ્વારા ખોટી રીતે મંડળીમાં દૂધ ભરપાઈ કરેલ છે તેની વસૂલાત કરી શિક્ષાત્મક દંડની રકમ ભરપાઈ કરાવી, દૂધ ભરનાર કર્મચારી (ગણપતભાઈ દોલાજી સોલંકી) અને ફેટ કાઢનાર કર્મચારી (ડાયાજી જુગાજી સોલંકી)ના રાજીનામાં મંજૂર કરી તે ઠરાવ અમૂલમાં મોકલી આપવા જણાવેલ હતું. તેમ છતાં એક મહિના સુધી કર્મચારીઓને છૂટા કરવામાં આવેલા નહીં કે ચૂંટાયેલા સભ્યના ભ્રષ્ટાચાર વિષે પણ કોઈ ર્નિણય કરવામાં આવેલ નહીં. તેમજ આ બાબતે તારીખ-૨૯ જુલાઈ ના રોજ અપ્રૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી બહુમતિથી ઠરાવ કરી ચૂંટાયેલ સભ્ય ફતાજી વિહાજી સોલંકીને દોષિત કે નિર્દોષ ઠરાવેલ નથી. કર્મચારીઓને પોતાની રાજીખુશીથી રાજીનામાં આપેલ હોવા છતાં કર્મચારીઓ પાસે રૂપિયા ૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામંુ કરાવી રૂપિયા ૬૧૦૦૦ નો દંડ કરી કર્મચારીઓને ફરજ પર પાછા લઈ લીધાં હતાં. કોઈ પણ પ્રકારની વસૂલાત પણ કરવામાં આવેલ નહીં. અપ્રૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટી મંડળીના હિત વિરુદ્ધની પ્રવૃત્તિ કરતી હોય અને પોતાને મળેલ સત્તાનો દુરુપયોગ કરતી હોય કમિટી અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર આચરવા મોકળું મેદાન મળી જાય છે.. આવી વ્યવસ્થાપક કમિટી અને કર્મચારીઓ અંગે યોગ્ય ર્નિણય કરી કરવા અપ્રુજી દૂધ મંડળીના સભાસદોએ લેખિતમાં ખેડા જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી છે. સત્વરે યોગ્ય પગલાં ભરી ભ્રષ્ટાચાર નાબૂદ કરી રિકવરી કરી કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરી ફરજ પરથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે.